By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    8 minutes ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો

Editor
Last updated: 2026/04/03 at 3:44 PM
1 hour ago
Share
માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો
SHARE

માવઠાનો ભય ; રાજકોટ પર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો

વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા ગરમીમાં આંશિક રાહત પરંતુ બફારો યથાવત; લોધિકા પંથકમાં પણ ઝાપટું વરસ્યું ;  માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે શુક્રવારે સવારે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઢંકાઈ ગયું હતું અને થોડા સમય માટે સૂર્યનારાયણે દર્શન આપ્યા બાદ ફરી ગાયબ થઈ જતા આખું વાતાવરણ મોસમી માહોલમાં ફેરવાઈ ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજકોટમાં આજે સવારે લગભગ 10 વાગ્યા આસપાસ અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને શહેરના કેટલાક ભાગો તેમજ લોધિકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં નોંધાયા હતા.
આ વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી પરેશાન રહેલા નાગરિકોને થોડી રાહત મળી હતી. સવારથી જ ઠંડકભર્યો માહોલ જોવા મળ્યો હતો, જોકે પવનની ગતિ ખૂબ ઓછી હોવાથી ભેજનું પ્રમાણ વધતા બફારો યથાવત રહ્યો હતો. વાતાવરણમાં આવેલા આ ફેરફારથી એક તરફ શહેરવાસીઓ રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં રવિ પાકની કાપણીનો સીઝન ચાલી રહ્યો છે અને ખેડૂતો દ્વારા પાક ખેતરોમાંથી કાઢી બજારમાં લાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
આ સ્થિતિમાં જો કમોસમી વરસાદ વધે અથવા સતત ઝાપટાં વરસે તો તૈયાર પાકને ભારે નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘઉં, જીરું અને અન્ય પાકોને પાણી લાગવાથી તેની ગુણવત્તા પર અસર પડે તેવી ભીતિ છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન વાતાવરણમાં આવી જ અનિશ્ચિતતા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક ઝરમર વરસાદ જોવા મળી શકે છે.
તંત્ર દ્વારા ખેડૂતોને આગાહી આપવામાં આવી છે કે તેઓ પોતાના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે સંગ્રહિત કરે અથવા ખેતરમાં જ હોય તો તાડપત્રી વડે ઢાંકી દેવાની તકેદારી રાખે. આ ઉપરાંત, અનાજને ભેજથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
શહેરમાં વાતાવરણના આ પલટાને કારણે દૈનિક જીવન પર પણ થોડો પ્રભાવ જોવા મળ્યો હતો. સવારે કામકાજ માટે નીકળતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદને કારણે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો.
હાલ રાજકોટમાં લોકો ગરમીમાંથી મળેલી આંશિક રાહતનો આનંદ લઈ રહ્યા છે, પરંતુ આકાશમાં છવાયેલા ઘનઘોર વાદળો આગળ શું રૂપ ધારણ કરશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. જો વરસાદ માત્ર હળવો રહી વિખેરાઈ જશે તો લોકોને રાહત મળશે, પરંતુ જો માવઠું જોર પકડશે તો ખાસ કરીને ખેડૂતો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
આથી, આગામી દિવસોમાં હવામાન પર સૌની નજર ટકી રહી છે.

ભરઉનાળે ચોમાસાનો અહેસાસ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમારથી ઝરમર વરસાદ, ખેડૂતો મૂંઝવણમાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાતા હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. આગાહી મુજબ વિવિધ વિસ્તારોમાં ઝાપટાથી માંડીને સવા ઈંચ જેટલો વરસાદ વરસતા એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાની પરિસ્થિતિ ઉભી થઈ છે.
ગઈકાલથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને આજે પણ સવારથી ગોરંભાયેલું વાતાવરણ યથાવત રહ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં હળવા થી ભારે વરસાદના ઝાપટાં નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ખંભાળીયામાં પોણો ઈંચ, દ્વારકામાં અડધો ઈંચ અને ભાણવડમાં હળવા ઝાપટાં પડતાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી વહેતા થતા સ્થાનિક જીવન પર પણ અસર જોવા મળી હતી. સવારના 10 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં અંદાજે 25 મી.મી., ખંભાળીયામાં 16 મી.મી., દ્વારકામાં 7 મી.મી. અને ભાણવડમાં 2 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ ઉભો કર્યો હતો.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ એક ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. વિજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસેલા વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા.

જૂનાગઢ

જુનાગઢ જિલ્લામાં પણ માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ આકાશ વાદળમય બનતા અને ઠંડો પવન ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને બાગાયતી પાક જેમ કે આંબા, ચીકુ અને લીંબુ માટે આ વરસાદ ચિંતાજનક બની રહ્યો છે. બાગાયતી વિભાગે ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
જામનગર શહેરમાં પણ આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો હતો. કાળા વાદળોથી આકાશ ઢંકાઈ ગયું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારાથી રાહત મળી હતી.
એક તરફ આ વરસાદથી ગરમીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે આ માવઠું ચિંતા વધારનાર સાબિત થઈ રહ્યું છે. હાલ રવિ પાકની કાપણીનો સમય ચાલી રહ્યો હોવાથી અચાનક પડતો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવું જ અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોને સાવચેત રહેવા અને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા એક અનોખું દ્રશ્ય ઉભું થયું છે, જેમાં એક તરફ રાહત તો બીજી તરફ ચિંતા બંનેનો અનુભવ થઈ રહ્યો છે.

બરડામાં તોફાની પવન સાથે માવઠાનો માર: પોરબંદરમાં ઝાપટાં, ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ

સૌરાષ્ટ્રમાં બદલાતા હવામાન વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં કમોસમી વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું. ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોને અસર પહોંચાડી હતી, જ્યારે પોરબંદર શહેરમાં પણ માવઠા બાદ આજે સવારે ઝરમર ઝાપટાં વરસ્યા હતા.
મળતી માહિતી મુજબ, બરડા પંથકના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા અને ખીસ્ત્રી સહિતના ગામોમાં અચાનક પડેલા વરસાદ અને તેજ પવનને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખાસ કરીને મગ, અડદ, તલ અને ચોળી જેવા ઉનાળુ પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલ ખેતરોમાં તૈયાર અથવા વિકસતા પાક પર આ માવઠાની અસર કેવી પડશે તે અંગે ખેડૂતોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
કમોસમી વરસાદના કારણે ખેતી પર આધારિત પરિવારો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. વરસાદ અને પવનના સંયુક્ત અસરથી પાક પલળી જવાની અથવા જમીન પર લટાર ખાઈ જવાની શક્યતા રહેતાં ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિ અનુભવી રહ્યા છે.
બીજી તરફ, પોરબંદર શહેરમાં પણ હવામાનમાં છેલ્લા બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઇકાલે માવઠા સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરના અમલાણી કોમ્પ્લેક્સ પર લગાવવામાં આવેલ મોબાઇલ ટાવર ધરાશાયી થયો હતો.
આ ઉપરાંત, જયુબેલી પુલ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ પણ તેજ પવનના ઝોકામાં પડી જતા બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આજે સવારે પણ પોરબંદરમાં હળવા ઝાપટાં પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું, પરંતુ વાદળછાયું વાતાવરણ યથાવત રહેતા માવઠાની શક્યતા હજુ પણ યથાવત છે.
હાલ સમગ્ર જિલ્લામાં હવામાનની અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે એક તરફ ગરમીમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતા વધી રહી છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે સૌની નજર ટકેલી છે.

કચ્છમાં કમોસમી વરસાદનું તાંડવ યથાવત: મુન્દ્રા-ભચાઉમાં ધોધમાર
કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ખેતીને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.
મળતી માહિતી મુજબ, મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં ગાજવીજ સાથે ઠંડા પવન વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા આ વરસાદે ઉનાળાની વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ સર્જી દીધી હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.
બીજી તરફ, ખાવડા, લખપત અને અબડાસા વિસ્તારમાં ગત સાંજે વરસાદી ઝાપટાં પડ્યા બાદ આજે પણ વાદળછાયા વાતાવરણ યથાવત રહ્યું છે. ઘણા વિસ્તારોમાં ફરી ઝરમર વરસાદ વરસતા માવઠું ચાલુ જ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ સતત કમોસમી વરસાદને કારણે ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને ઉનાળુ પાક અને તૈયાર પાક પર તેની સીધી અસર પડતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગી રહ્યો છે. પાક પલળી જવાથી તેની ગુણવત્તા ઘટવાની અને બજારમાં ઓછા ભાવે વેચાવાની શક્યતા વધી છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેતીમાં ભારે અનિશ્ચિતતા ઉભી થઈ છે. ઘણા ખેડૂતો પહેલેથી જ પાક તૈયાર કરી રાખ્યો હતો અથવા કાપણીની પ્રક્રિયામાં હતા, ત્યારે વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોને સાવચેતી રાખવા અને શક્ય તેટલા પાકને સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

એપ્રિલમાં ગરમી નહીં ‘ઠંડક’નો અહેસાસ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં અનુભવાયેલી પ્રચંડ ગરમી બાદ હવે હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે એપ્રિલ મહિનો સામાન્ય કરતાં ઠંડો રહી શકે છે અને તાપમાન નોર્મલ કે તેનાથી પણ ઓછું રહેવાની શક્યતા છે.
હાલ રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં માવઠું પડી રહ્યું છે અને વાતાવરણ વાદળછાયું બની ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવના છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીમાં રાહત રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં તાપમાન થોડું વધુ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તે નોર્મલ કરતાં ઊંચું પણ જઈ શકે છે. ન્યૂનત્તમ તાપમાનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તે સામાન્ય કરતાં થોડું વધુ રહેવાની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નોર્મલથી થોડું વધારે રહી શકે છે. તેમ છતાં, કેટલીક જગ્યાઓએ હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનમાં 7 ડિગ્રીથી વધુનો વધારો નોંધાયો હતો. માત્ર દસ દિવસમાં તાપમાનમાં લગભગ 10 ડિગ્રી જેટલો ફેરફાર જોવા મળ્યો હતો, જેના કારણે અસ્થિર હવામાનની સ્થિતિ સર્જાઈ હતી. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે, પરંતુ ખેડૂતો માટે માવઠું ચિંતાનો વિષય બની રહ્યું છે. આ રીતે એપ્રિલ મહિનો આ વખતે તાપમાનના દૃષ્ટિકોણે સામાન્ય કરતાં અલગ રહી શકે છે, જેમાં ગરમી કરતાં ઠંડક અને અસ્થિર હવામાન વધુ જોવા મળવાની શક્યતા છે.

You Might Also Like

રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી

કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી

રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
રાજકોટ

રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી

Editor By Editor 3 days ago
ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?