By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    8 minutes ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે

Editor
Last updated: 2026/04/03 at 3:45 PM
1 hour ago
Share
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
SHARE

 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે

રાજકોટમાં ખાનગી રિસોર્ટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી : ૫૦ ટકા યુવાનોને તક આપવા નિર્ણય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લા, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના આગેવાનો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અમિત ચાવડાએ જીતના દાવા સાથે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત જનતા પરિવર્તનની શરૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એ સાથે આગામી 5 એપ્રિલે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જેમાં મહાનગર પાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રમુખ, પ્રભારીઓ નિરીક્ષકો સાથે બપોરના 3 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક 4.30 વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ આગેવાનોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાર્ટીની રણનીતિ સ્પષ્ટ કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા સૂચના આપી હતી.

અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં જયારે 10,000 બેઠક પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે અગાઉથી જ આ વખતે કોંગ્રેસ દ્વારા લોકો સુધી પહોંચી તેમની વ્યથા અને પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારો અંગે અને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.કોંગ્રેસની ચૂંટણી સમિતિ પણ આગામી બે દિવસમાં પોતાની કાર્યવાહી શરૂ કરશે અને આ વખતે યુવાનોને પ્રાધાન્ય આપી 50 ટકા યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા નિર્ણય કરાયો છે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોના મત જાણ્યા છે, લોકોમાં નારાજગી અને રોષ છે.ગુજરાતની જનતા ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને મોંઘવારીથી ત્રસ્ત છે,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. યુવાનો દારૂ અને ડ્રગ્સના દુષણમાં ફસાયા છે, માટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અમે આ વખતે પ્રજાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોકો વચ્ચે મત માંગવા જવાના છીએ.અમારી સરકાર બનતા તમામ સમસ્યાઓ હલ કરવા પ્રયત્ન કરશે.

આ બેઠકમાં અત્યાર સુધીમાં નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલા પ્રવાસ અંગે ચર્ચા કરી ઉમેદવારોની સ્થિતિ શું છે તેની ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત તમામ બેઠક પર ઉમેદવારો પસંદગી અંગે કોઈ પ્રશ્ન હોય કે કોઈ જગ્યાએ પ્રભારીઓ સમક્ષ કોઈ રજુઆત કરવામાં આવી છે કે કેમ તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહે તે માટે અગાઉથી લીગલ ટીમને બોલાવી ફોર્મ ભરવા તાલીમ આપી દેવામાં આવી છે. ચૂંટણીમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે ઝીણવટભરી કાળજી રાખવા તમામને સૂચના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે.

આજની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, વિક્રમભાઈ માડમ, મહમદ પીરઝાદા, પ્રવિણભાઈ મૂછડીયા, હીરાભાઈ જોટવા, લલિત વસોયા, ઋત્વિક મકવાણા, ભીખાભાઈ જોશી, પ્રતાપ દુધાત હાજર રહ્યા હતા.

 

You Might Also Like

રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી

કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી

રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
અમદાવાદ

અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા

Editor By Editor 1 hour ago
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?