By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    7 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ

Editor
Last updated: 2026/04/14 at 3:38 PM
4 days ago
Share
લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ
SHARE

લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ

ચોથા લગ્નમાં પણ સુખ ન મળ્યું: પતિ, સાસુ અને બિલ્ડર જેઠ સહિત સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરમાં પરિણીતાને પતિ અને સાસરીયાઓ દ્વારા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપીને અંતે પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી કાઢી મુક્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પીડિતાએ મવડી-કણકોટ રોડ વિસ્તારમાં રહેતા પોતાના સરકારી નોકરીયાત પતિ, સાસુ તેમજ બિલ્ડર જેઠ-જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદ મુજબ, હાલ કસ્તુરી કેસર અંબીકા ટાઉનશીપમાં રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન ડિસેમ્બર 2023માં રિયાંશ કણસાગરા સાથે થયા હતા. આ મહિલાના ચોથા લગ્ન હતા, જ્યારે પતિના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળે છે. લગ્ન પછી શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા જ સમયમાં સાસરીયાઓ દ્વારા વર્તનમાં બદલાવ આવતાં તણાવ શરૂ થયો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, લગ્નના થોડા મહિનામાં જ જુનાગઢ ખાતે રહેતા જેઠ-જેઠાણીના ઘરે જતા તેમને અપમાનજનક શબ્દો સાંભળવા પડ્યા હતા અને ત્યાં રહેવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પતિ સાથે પ્રવાસે જમ્મુ-કાશ્મીર ગયા સમયે પણ હોટલમાં જેઠ દ્વારા અયોગ્ય માંગણીઓ કરી ઝઘડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વારંવાર ગાળો અને અપશબ્દો બોલાતા હોવાથી મહિલાને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પતિ દ્વારા પણ અવારનવાર મારપીટ કરવામાં આવી હતી અને હાથ મરડી નાખવામાં આવ્યો હતો. મહિલાએ આ બાબત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. ઘરેલું જીવન દરમિયાન સાસુ અને જેઠની ચઢામણીથી પતિ સતત ઝઘડાઓ કરતા હતા અને મહિલાને અપમાનિત કરતા હતા.
પીડિતાના કહેવા મુજબ, તેને વારંવાર “તમે સંસ્કાર વગરની છો”, “લગ્ન ખોટા કર્યા છે” જેવા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા હતા. પતિએ તો અહીં સુધી કહી દીધું કે “તું મારી પાસે કોઈ અપેક્ષા રાખતી નહીં, આપણો સંબંધ પૂરો થઈ જશે”. આ ઉપરાંત મહિલાને આર્થિક રીતે પણ દબાણમાં રાખવાનો પ્રયાસ થયો હતો, જેમાં તેના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અને દસ્તાવેજો પર કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને ઘરમાં નોકરાણી જેવી સ્થિતિમાં રાખવામાં આવતી હતી, દાગીના પહેરવા દેતા નહોતા અને ઘરમાં પણ સ્વતંત્રતા નહોતી. ઘણીવાર ઘરના દરવાજા-બારીઓ બંધ કરીને તેને એકલતા અને ત્રાસમાં રાખવામાં આવી હતી. અંતે સતત ત્રાસથી કંટાળી ગયેલી મહિલાને પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ સમગ્ર મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ, સાસુ, જેઠ અને જેઠાણી સામે માનસિક તેમજ શારીરિક ત્રાસ, ધમકી અને છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

 

You Might Also Like

 રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર

 રંગીલાવાસીઓ શેકાયા : રાજકોટ ૪૧.૯ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર

 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ

 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના

યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું
ગુજરાત

ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું

Editor By Editor 5 days ago
 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?