By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો

Editor
Last updated: 2026/04/17 at 3:03 PM
1 day ago
Share
ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
SHARE

ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો

હરિયાણાથી ભાણવડ જઈ રહેલો જથ્થો પોલીસના જાળમાં ફસાયો ; ડ્રાઈવર ઝડપાયો, બુટલેગર સહિત ચાર શખ્સો વોન્ટેડ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ રેન્જમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં લોધિકા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી બાદ હવે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા નજીક વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આ કામગીરીમાં રૂ.1.28 કરોડના દારૂથી ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ટ્રક સહિત કુલ રૂ.1.46 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ કેસમાં ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ભાણવડનો બુટલેગર, સપ્લાયર અને અન્ય સંડોવાયેલા શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજી દ્વારા દારૂ-જુગારની બદી સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે મુજબ રેન્જની વિશેષ ટીમ સતત સક્રિય બની પેટ્રોલિંગ અને બાતમીદારોના માધ્યમથી માહિતી એકત્ર કરી રહી છે.
ચોટીલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે હરિયાણા તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલો ટ્રક ભાણવડ તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે ટીમે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક વોચ ગોઠવી હતી. જાનીવડલા અંડરપાસ નજીક ગાત્રાલ હોટલ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રક અટકાવ્યા બાદ પોલીસે ચાલકની ઓળખ કરી, જેનું નામ શાહિદ ઉર્ફે જુસબ એશા હિંગોરા હોવાનું સામે આવ્યું. તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડનો રહેવાસી હોવાનું જણાયું.
ટ્રકની વિગતવાર તપાસ દરમિયાન અંદર મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 10,740 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.1,28,88,000 જેટલી થાય છે.
પોલીસે તરત જ ટ્રક અને દારૂનો જથ્થો કબ્જે કરી ચાલકની ધરપકડ કરી હતી. ટ્રક સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ.1,46,59,300 સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભાણવડમાં સપ્લાય થવાનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ ભાણવડના રાણપર ગામનો બુટલેગર ચના દેવા રબારી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચના રબારીએ હરિયાણા તરફથી દારૂ મંગાવ્યો હતો અને તે ભાણવડમાં પહોંચાડવાની યોજના હતી. ટ્રક ચાલક શાહિદ હિંગોરા તેનો સાગરીત હોવાનું પણ બહાર આવ્યું છે. તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે ટ્રક ચાલકને ભાણવડથી ટ્રાવેલ્સ બસ મારફતે મધ્યપ્રદેશ બોર્ડર સુધી મોકલવામાં આવ્યો હતો. ત્યાં અજાણ્યા સપ્લાયરોએ તેને દારૂ ભરેલો ટ્રક સોંપ્યો હતો.
પછી આ ટ્રક લઈને તે ભાણવડ તરફ જતો હતો, પરંતુ ચોટીલા નજીક પોલીસની ચુસ્ત કામગીરીને કારણે તે પકડાઈ ગયો હતો.
આ રીતે દારૂ સપ્લાય કરવાની સુવ્યવસ્થિત ચેઇન કામ કરતી હોવાની સંભાવના પોલીસ તપાસમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે માત્ર ટ્રક ચાલકની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમાં દારૂ મંગાવનાર ચના રબારી, હરિયાણાથી જથ્થો મોકલનાર સપ્લાયર, ટ્રકનો માલિક અને અન્ય એક સંડોવાયેલ શખ્સનો સમાવેશ થાય છે. પોલીસ તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ આગળ વધારી રહી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ રાજકોટ રેન્જ હેઠળ આવતા લોધિકા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે ઘટનાની અસરરૂપે સમગ્ર રેન્જમાં પોલીસે સતર્કતા વધારી હતી.
આ સતત કામગીરી દર્શાવે છે કે પોલીસ દારૂના ગેરકાયદેસર વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ચાલતી આ કામગીરીથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા તસ્કરોમાં ભયનો માહોલ ઉભો થયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, બાતમીદારોનું જાળું મજબૂત બનાવવું અને ઝડપી કાર્યવાહી જેવા પગલાંના કારણે આવા ગુનાઓને રોકવામાં સફળતા મળી રહી છે. ચોટીલા પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ટ્રક ચાલક પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ ચાલી રહી છે.
પોલીસને આશા છે કે તેની પૂછપરછથી સમગ્ર નેટવર્ક વિશે વધુ વિગતો મળશે અને બાકી રહેલા આરોપીઓની ઝડપ પણ ટૂંક સમયમાં શક્ય બનશે.

 

You Might Also Like

અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં

આંગણવાડીના બાળકોને RTEમાં પ્રવેશ આપવાની પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા

પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ

ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી

રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા
રાજકોટ

આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા

Editor By Editor 3 days ago
 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના
જસદણના છેતરપિંડી કેસનો અને શાપરમાંથી અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયા
 પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 
રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?