By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના

Editor
Last updated: 2026/04/17 at 4:14 PM
2 months ago
Share
 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના
SHARE

 સમયસર ચોખા-તેલનો જથ્થો નહી ફાળવતા સર્જાયેલી સ્થિતિ

 સરકારી અનાજનું ગોડાઉન છલોછલ, આંગણવાડીના બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના

મનપા હસ્તકની 3૬૫ આંગણવાડીના 3 થી ૬ વર્ષના ૧૮૦૦૦ બાળકો ભૂખ્યા રહ્યા : સરકાર દ્વારા જથ્થો ફાળવી દેવા છતાં સ્થાનિક પુરવઠા વિભાગની બેદરકારીથી હાલાકી : તંત્રની કામગીરી પર વાલીઓમાં ઉઠેલા સવાલો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે મધ્યાહન ભોજન આશીર્વાદ સમાન હોય છે, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ વ્યવસ્થા પડી ભાંગી હતી. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયસર ચોખા ઉપરાંત તેલનો જથ્થો પણ ફાળવવામાં ન આવતા 365 આંગણવાડીના 18000 બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયસર રિલીઝ ઓર્ડર નહીં આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

જેને લઈ આંગણવાડીના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે સરકારી અનાજ ગોડાઉનમાં પડ્યું હોવા છતાં બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના આપવી પડી હતી. જોકે આજરોજ જથ્થો ફાળવી દેવામાં આવ્યો હોવાથી એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા મનપાનાં અધિકારીએ વ્યક્ત કરી છે.

રાજકોટ મહાપાલિકાના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 122, ઈસ્ટ ઝોનમાં 152 અને વેસ્ટ ઝોનમાં 182 મળી કુલ 365 આંગણવાડીઓ કાર્યરત છે. આંગણવાડીઓમાં 3થી 6 વર્ષના બાળકો ઉપરાંત સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ માટે ખાસ રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા નિગમ દ્વારા નિયમિતપણે તેલ અને ચોખાનો જથ્થો ફાળવવામાં આવે છે. આ જથ્થો સેન્ટ્રલાઈઝ્ડ ગોડાઉનમાં પહોંચ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેના રિલીઝ ઓર્ડર આપવામાં આવે છે, જે બાદ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને રસોડા સુધી પહોંચાડવામાં આવે છે.

જ્યારે પરિસ્થિતિ ગંભીર બની ત્યારે ICDS વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં તાત્કાલિક રજૂઆતો કરી હતી પરંતુ, તંત્રની નિષ્ક્રિયતાને કારણે આંગણવાડીના સંચાલકોએ વાલીઓને ફોન કરીને કે સંદેશા મોકલીને બાળકોને ઘરેથી નાસ્તો લાવવા માટે સૂચના આપવી પડી હતી. જે બાળકો મધ્યાહન ભોજન પર નિર્ભર છે એવા ગરીબ અને મધ્યમ વર્ગના 18,000 ભૂલકાઓએ આ સરકારી અંધેરવહીવટના કારણે ભૂખ વેઠવી પડી હતી. આ ઘટનાએ પુરવઠા વિભાગની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં થયેલો આ વિક્ષેપ તંત્ર માટે લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સેન્ટ્રલાઈઝ્ડ જથ્થા વિતરણની પ્રક્રિયાને વધુ વેગવંતી, પારદર્શક બનાવવી જરૂરી છે. નાના બાળકોના પોષણ સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વહીવટી તંત્રની શિથિલતા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. હાલ પૂરતો જથ્થો મળી જવાથી આગામી દિવસોમાં ભોજન વ્યવસ્થા રાબેતા મુજબ થશે, પરંતુ આજની હાડમારીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.

 

રિલિઝ ઓર્ડર નહી મળતા જથ્થો અટકયો

આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત 8 એપ્રિલના રોજ જ તેલ અને ચોખાનો જરૂરી જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. છતાય રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકના પુરવઠા વિભાગે આ જથ્થો રિલીઝ કરવા માટે જરૂરી પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓએ રિલીઝ ઓર્ડર નહીં આપતા ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો રસોડા સુધી પહોંચાડવામાં આવ્યો નહોતો. નિયમ મુજબ જથ્થો આવ્યા બાદ તેનું લેબોરેટરી ટેસ્ટિંગ અનિવાર્ય છે, પરંતુ ઓર્ડરના અભાવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ અટકી પડી હતી. પરિણામે, સતત બે દિવસ સુધી આંગણવાડીના રસોડામાં તેલ અને ચોખાનો પુરવઠો ખૂટી પડ્યો હતો.

ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના

ICDS વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેલ અને ચોખાનો પુરવઠા વિભાગ તરફથી ન મળ્યો હોવાને કારણે બાળકોને ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે, આજે બપોર બાદ તાત્કાલિક ધોરણે તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેને લઈને એકાદ દિવસમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આંગણવાડીનાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બાળકોને નાસ્તો આપવામાં નહીં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. ભવિષ્યમાં આ પ્રકારના કોઈ બનાવ ન બને તે માટે પુરવઠા વિભાગ સાથે અગાઉથી સંકલન કરી લેવાની ખાતરી પણ તેમણે આપી હતી.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી
ગુજરાત

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી

Editor By Editor 4 days ago
શાને કરબલાની યાદમાં બનતા તાજીયાની તૈયારીને આખરી ઓપ
 અંજારના સતાપરમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવતી કંપની ઝડપાઇ
રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. દ્વારા યોગ દિવસની ઉજવણી
ગોંડલમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?