By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં

Editor
Last updated: 2026/04/18 at 5:12 PM
13 minutes ago
Share
અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં
SHARE

પોશ વિસ્તારની છબી પર લાગી કાળી છાયા,

અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં

રાત પડતા જ ચરસ-ગાંજો અને દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે ભરાઈ છે બજાર,  રહેવાસીઓમાં ભયનો માહોલ

બાળકો અને મહિલાઓ માટે સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા ; પોલીસને રજૂઆત છતાં કડક કાર્યવાહી ન થતા સવાલો

અગ્ર ગુજરાત, રાજકોટ

વર્ષો પહેલા રાજકોટનો સામા કાંઠા વિસ્તાર શહેરની શાન ગણાતો હતો, જ્યાં મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને શ્રીમંત લોકો વસવાટ કરતા હતા. સમય જતાં શહેરના વિસ્તરણ સાથે નવી વસાહતો ઊભી થવા લાગી અને આ સમૃદ્ધ વર્ગ ધીમે ધીમે કાલાવડ રોડ અને નાના મોવા રોડ જેવા વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યો. હવે શહેરના વિકાસનો નવો કેન્દ્રબિંદુ બની રહેલા કાલાવડ રોડ પર અવધના ઢાળ નજીકનો વિસ્તાર નવું રાજકોટ તરીકે ઓળખાઈ રહ્યો છે, જ્યાં આધુનિક સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે મોટી સંખ્યામાં પ્રભાવશાળી લોકો વસવાટ કરવા આવી રહ્યા છે.
આ વિસ્તારમાં ઊભી થયેલી ગગનચુંબી ઈમારતો જેમ કે ડેકોર હિલ્સ, ડેકોરા વેસ્ટિલ, સ્કાય હિલ્સ, 20-20 અને માલાબાર હિલ્સ જેવી રહેણાંક યોજનાઓએ શહેરની ઓળખમાં નવો ચમકારો ઉમેર્યો છે. વિશાળ રસ્તાઓ, સ્વચ્છતા, હરિયાળી અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે અહીં પગ મુકતા જ જાણે કોઈ વિદેશી શાહી વિસ્તારમાં આવી પહોંચ્યા હોવાની લાગણી થાય છે. ટ્રાફિકની ગાંજળથી દૂર અને સુવિધાસભર જીવનશૈલીને કારણે આ વિસ્તાર હવે શ્રીમંત વર્ગની પહેલી પસંદ બની ગયો છે.
પરંતુ આ ચમકદાર વિકાસની વચ્ચે હવે એક ચિંતાજનક હકીકત સામે આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તાર પર હવે લુખ્ખા તત્વોની નજર લાગી રહી છે અને રાત્રિના સમયે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને નજીક આવેલી આવાસ યોજનામાં રહેતા કેટલાક તત્વો અંધારાનો લાભ લઈ ચરસ, ગાંજો અને દારૂ જેવી નશાકારક વસ્તુઓની હેરાફેરી કરી રહ્યા હોવાના આરોપો છે.
રાત પડતા જ આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોના ટોળા જોવા મળતા હોવાના દાવા કરવામાં આવ્યા છે. નસેડીઓ ચરસ અને ગાંજો મેળવવા માટે અહીં આવવા લાગે છે, જ્યારે દારૂ માટે પણ લોકો ઉમટી પડતા હોવાનું કહેવાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જાણે નશાની ખુલ્લી બજાર જામતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે.
આ પરિસ્થિતિની સીધી અસર અહીં રહેતા પરિવારો પર પડી રહી છે. બાળકો માટે બહાર રમવા કે ટહેલવા જવું મુશ્કેલ બનતું જાય છે, જ્યારે મહિલાઓ માટે સાંજ બાદ બહાર નીકળવું અસુરક્ષિત લાગી રહ્યું છે. કેટલાક બનાવોમાં બાળકોને લુખ્ખા તત્વો દ્વારા ડરાવીને ભગાડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે માતા-પિતામાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.
સ્થાનિક લોકો દ્વારા જ્યારે આ તત્વોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે તેઓ ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો છે. ચર્ચા છે કે આ તત્વોમાંથી એક વ્યક્તિ કથિત રીતે પેંડા ગેંગ સાથે જોડાયેલો હોઈ શકે છે, જેના કારણે લોકો ખુલ્લેઆમ વિરોધ કરવામાં અચકાઈ રહ્યા છે અને ઘણી વખત મજબૂરીમાં પોતાના ઘરમાં જ સીમિત થઈ જાય છે.
તાજેતરમાં બનેલી એક ઘટનામાં કેટલાક લુખ્ખા તત્વોએ રમતા બાળકોને ધમકાવીને ત્યાંથી હટાવી દીધા હતા. આ બાબત બાળકો દ્વારા પોતાના માતા-પિતાને જણાવતાં રહેવાસીઓ એકત્ર થયા અને સંબંધિત લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. વિસ્તારના રહેવાસી પ્રભાતભાઈ સિંધવે જણાવ્યું હતું કે, તેઓએ સીધા જ આવાસ યોજનામાં જઈ જવાબદાર તત્વોને બહાર બોલાવીને શિસ્તમાં રહેવા માટે સમજાવ્યા હતા અને આ અંગે પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે.
જોકે પોલીસને જાણ કરવામાં આવી છે, છતાં સ્થાનિકો માને છે કે હાલની સ્થિતિમાં વધુ સક્રિય અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. લોકો પેટ્રોલિંગ વધારવા, સીસીટીવી કેમેરા લગાવવા અને સ્ટ્રીટ લાઈટ્સ સુધારવા જેવી માંગ ઉઠાવી રહ્યા છે, જેથી આ વિસ્તારમાં ફરીથી સુરક્ષાનો માહોલ સર્જી શકાય.
આ વિસ્તાર આજે રાજકોટના ભવિષ્યનું પ્રતિક બની રહ્યો છે, જ્યાં એક બાજુ વિકાસ અને વૈભવ છે તો બીજી બાજુ અસામાજિક તત્વોની વધતી પ્રવૃત્તિઓ ચિંતા ઉભી કરી રહી છે. જો સમયસર આ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો નવું રાજકોટ તરીકે ઉભરાતો આ વિસ્તાર તેની ઓળખ ગુમાવી શકે છે. તેથી રહેવાસીઓ હવે એકજ અવાજમાં માંગ કરી રહ્યા છે કે ગેરકાયદેસર નશાખોરી અને લુખ્ખાગીરી પર તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, જેથી આ વિસ્તાર ફરીથી શાંતિપૂર્ણ અને સુરક્ષિત બની શકે.

પોશ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અભાવથી લુખ્ખા તત્વો બેફામ બન્યા

શહેરના અવધ-કાલાવડ રોડ સહિતના પોશ વિસ્તારો આજે રાજકોટની શાન બની રહ્યા છે, જ્યાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને નામી વ્યક્તિઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. આધુનિક સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે આ વિસ્તારને રહેણાંક માટે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં અહીં પોલીસ હાજરીના અભાવને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, વિસ્તારમાં પોલીસની અવરજવર ખૂબ જ ઓછી છે અને ખાસ કરીને રાત્રિના સમયે પેટ્રોલિંગ થતું નથી. આ પરિસ્થિતિનો લાભ લઈ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે અને નશાકારક પ્રવૃત્તિઓમાં વધારો કરી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
રહેવાસીઓ કહે છે કે, નિયમિત પોલીસ પેટ્રોલિંગના અભાવે અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે, જેના કારણે વિસ્તારની સુરક્ષા પર પ્રશ્નચિન્હ ઊભું થયું છે. હાલમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ પોલીસ તંત્રને રેગ્યુલર પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માંગ ઉઠાવી છે, જેથી પોશ વિસ્તારની શાંતિ અને સુરક્ષા જાળવી શકાય.

પોશ વિસ્તાર અંધકારમાં: સ્ટ્રીટ લાઇટના અભાવે નશાખોરીને મળ્યો છે વેગ

કાલાવડ રોડ પર અવધ નજીકનો વિસ્તાર આજે શહેરના સૌથી પોશ અને ઝડપથી વિકસતા વિસ્તારોમાં ગણાય છે. ડેકોરા હિલ્સ, ડેકોરા વેસ્ટિલ, માલાબાર હિલ્સ જેવી ગગનચુંબી ઈમારતો વચ્ચે ઉભરાતો આ નવનિર્માણ પામેલો વિસ્તાર શ્રીમંત લોકોની પહેલી પસંદ બની ગયો છે. તંત્ર દ્વારા આ વિસ્તારને શહેરની હદમાં પણ સામેલ કરવામાં આવ્યો છે, છતાં મૂળભૂત સુવિધાઓમાં ખામી સામે આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારના અનેક ભાગોમાં હજુ સુધી સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવી નથી. જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે. આ પરિસ્થિતિનો લાભ લઈ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે અને નશાકારક દ્રવ્યોનું વેચાણ વધતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
રાત્રે નસેડીઓ અને દારૂના શોખીનો અહીં ઉમટી પડતા હોવાની ચર્ચા છે, જેના કારણે વિસ્તારની શાંતિ અને સુરક્ષા પર અસર પડી રહી છે. સ્થાનિકો માને છે કે આ ગંભીર બાબત પોલીસ અને તંત્રના ધ્યાને હોવી જોઈએ, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. હાલમાં રહેવાસીઓ દ્વારા તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ સુવિધા અને પોલીસ દેખરેખ વધારવાની માંગ ઉઠી છે, જેથી વિસ્તારને સુરક્ષિત બનાવી શકાય.

હાઈપ્રોફાઈલ સોસાયટીઓમાં મધ્યરાત્રીએ લુખ્ખા તત્વો દ્વારા સિક્યુરિટીમેનની થાય છે પજવણી

કાલાવડ રોડ પર અવધ નજીક આવેલ ડેકોરા હિલ્સ, ડેકોરા વેસ્ટિલ, સ્કાય હિલ્સ અને માલાબાર હિલ્સ જેવા પોશ વિસ્તારોમાં સઘન સિક્યુરિટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો અંદર પ્રવેશ ન કરે તે માટે ગેટેડ સિસ્ટમ અને સિક્યુરિટી મેન તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં, તાજેતરમાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા આ સુરક્ષા વ્યવસ્થામાં છિદ્ર પાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યરાત્રિના સમયે અજાણ્યા શખ્સો સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને સિક્યુરિટી સ્ટાફને હેરાનગતિ પહોંચાડે છે. અનેક વખત આવી ઘટનાઓ બનતાં સિક્યુરિટી સ્ટાફ પણ દબાણ અનુભવતો થયો છે. આ પરિસ્થિતિને કારણે રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. સઘન સિક્યુરિટી હોવા છતાં આવી ઘટનાઓ બને છે, તો સામાન્ય વિસ્તારોની સ્થિતિ શું હશે?, તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
રહેવાસીઓએ પોલીસ તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા હવે તાતી જરૂરિયાત ઉભી થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ
ગુજરાત

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ

Editor By Editor 4 days ago
રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી
જેતપુરના દેવકી ગાલોલ નજીક ચોરાઉ પાંચ બાઇક સાથે ત્રણ શખ્સ ઝડપાયા
રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
પિતાની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા, મૃત્યુને મહોત્સવમાં ફેરવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?