હનુમંત ક્રિએશન ટીમ દ્વારા આવતીકાલે હેમુગઢવીમાં યોજાશે કરાઓકે કાર્યક્રમ
કલાકારો શ્રોતાઓને નવા-જૂના ગીત પર ડોલાવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
હનુમંત કિએશન ટીમ દ્વારા આવતીકાલે બુધવારે સાંજે ૮ વાગ્યા થી ૧૨:૩૦ સુધી, હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ માં એક ગીત સંગીત (કરાઓકે) કાર્યક્રમ નું આયોજ્ન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્કોટ ની કલાપ્રેમી સંગીત પ્રેમી જનતા માટે પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સંકળાયેલા, વ્યક્તિઓ પોતાની કૂશળતા તથા શોખ મુજબ જનતા ને સુમધુર સંગીત પીરસસે. દિપ પ્રાગટ્ય માટે અનુરાધામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ડો.મેધાબહેન મહેતા, સાધના બક્ષી, પ્રબોધભાઈ બક્ષી, સુનિલભાઈ પારેખ છે તથા લેપટોપ ઓપરેટિંગ એ.જે ત્રિવેદી ભાઈ કરશે અને સાઉન્ડ સિસ્ટમ રંગીલ સાઉન્ડનું રહેશે. કલાકારો માયાબેન ભોજ્વાણી, ડો ગાયત્રી મલય પાઠક, અંકિત શુકલા, ફાલ્ગુનભાઈ, મહેશભાઈ જીવવાની, મુકેશભાઈ ઠક્કર, ડો.પ્રકાશ કાલે, ડો.સુનિતા કાલે, જીનાબેન પટેલ, પાયલબેન શર્મા, અનિતાબેન દેવચંદાણી, દિપકભાઈ અગ્રાવત, પંકજભાઈ ભટ્ટ, રાકેશભાઈ રૈયારેલા શ્રોતાઓને ડોલાવશે.
હનુમંત કિએશન ટીમ વતી રાજકોટના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારો ને તથા આયોજકો ને પ્રોત્સાહન પુરૂ પાડે એવી વિનંતી છે. આ કાર્યક્રમમાં એક્ટિવ મોટર્સ ઓટો ઝોનવાળા, સંદિપભાઈ એ સહયોગ સહકાર આપેલ છે. હનુમંત ક્રિએશન ટીમ એમનો આભાર માને છે.


