ધારીમાં યાત્રાધામ જીવનમુક્તેશ્વર મંદિરે અધિક માસમાં સામૂહિક ૫૧ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
તા.૨૧ થી ૨૭મે સુધી ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના ધારીમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં તા.૨૧ થી ૨૭ મે સુધી સામૂહિક ૫૧ પોથીજી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે.જેમાં વક્તાપદે ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા ( M.Sc, M.Ed, Ph.D.) સંગીતમય શૈલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે.તેમજ શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવશે.કથામાં વરાહનારાયણ, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નૃસિંહ પ્રાકટ્ય, વામનજન્મ,રામજન્મ,કૃષ્ણજન્મ-ભવ્ય નંદમહોત્સવ,બાળલીલા, ગીરીરાજ ઉત્સવ,ગોપીગીત, રુકમણી વિવાહ,સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે.તા.૨૭ ના કથાની પૂર્ણાહુતિ થશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ નો રહેશે. કથા દરમ્યાન સંતો-મહંતોના આશીર્વચન, નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ,વ્યસનમુક્તિ કેમ્પ, જળસંચય અભિયાન વગેરેનું આયોજન થશે.કથામાં ધારીના સામાજિક અગ્રણીઓ, વ્યાપારીઓ,વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. પૂ.શ્રી ગિરધરબાપા અને પૂ.શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ[રભાવથી સિદ્ધ પવન સ્થળે પવિત્ર પુરુષોત્તમ માસમાં આયોજિત આ કલ્યાણકારી સામૂહિક ભાગવત કથામાં મુખ્ય યજમાન, પાટલા-પોથીજીના યજમાન, કથાના વિવિધ પ્રસંગોના યજમાન, દાતાઓ નોંધાય છે. જેને માટે હિંમતભાઈ સેવક મો. ૯૫૩૭૩૪૬૫૮૨, ૯૮૯૮૩૧૮૨૮૬ પર સંપર્ક કરવાનો રહેશે. આ ભાગવત સપ્તાહમાં નબાપરાનાતથા ધારીના સર્વે અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે તેમ જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમની યાદીમાં જણાવાયું છે.


