રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા શનિ-રવિ બે દિવસ છાશ વિતરણ
ગરમીથી બચવા નાગરિકોને શરીરની તકેદારી રાખવા રાજુ જુંજાની અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સુર્યદેવતા ના પુણ્ય પ્રકોપને કારણે શહેરીજનો ગરમીથી અકળાઇ રહ્યા છે ત્યારે આકરા તાપથી માનવ માત્રને રાહત મળી રહે તે હેતુથી સાર્વજનિક સેવા સમિતી દ્વારા તા.૨-૫-૨૦૨૬ શનિવાર અને તા. ૦૩-૦૫-૨૦૨૬ ના રવિાવરના રોજ બપોરે ૧૨ થી ૩, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે છાશ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. ધોમ ધખતા તાપમાં ગરમીથી રાહત મેળવવા મીઠી મધુરી છાશ પીવા પધારવા સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુ જુંજાએ અપીલ કરી છે
લોકોને અપીલ કરતા રાજુ જુંજાએ વધુમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકોએ ગરમીથી બચવા દિવસ દરમ્યાન પુષ્કળ પાણી, છાશ અને લીંબુ સરબતનું સેવન કરવું જોઇએ, બહાર નીકળતી વખતે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો જોઇએ, તાજા અને હળવા ખોરાક લેવો જોઇએ, જરૂરી ન હોય તો બપોરે ૧૨ થી ૪ બહાર નીકળવાનું ટાળવું જોઇએ, ઉનાળાના આ દિવસોમાં ચા-કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ટાળવું જોઇએ. આટલું કરવાથી સ્વસ્થ રહી શકાશે તેમ સાર્વજનિક સેવા સમિતીની એક યાદીમાં જણાવાયુ છે.


