ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ‘ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
સમગ્ર કાર્યક્રમ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાશે.
પ્રધાન સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા (આદ્યશકિતમાં સુરભી) તથા અધ્યક્ષ નંદીબાબા (નીલમણી વૃષભદેવ)ના પરમ આશીર્વાદ તથા ભારતીય પરંપરાના સમસ્ત આરાધ્ય દેવી દેવતાના આશીર્વાદથી ભારતીય પરંપરાના સમસ્ત આચાર્ય, સંત મહાપુરુષ, ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા તા.07, મે, ગુરૂવારના રોજ ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે સમગ્ર રાજ્યમાં ગૌપ્રેમીઓ દ્વારા પોતપોતાના શહેર, ગામમાં, તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીઓને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકાર દ્વારા કડક કાયદો બનાવવા અંગેનું આવેદન પત્ર તથા ગૌમાતાને લગતી અનેક બાબતો અંગે જાણ કરવા માટે એક ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ કરાયું છે.
જિલ્લા સ્તરે અલગથી પંચગવ્ય ચિકિત્સાલય સ્થાપિત કરવી. વિધાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં તાજું ગાયનું દૂધ અથવા ગાયના દૂધનો પાવડર શામેલ કરવો. સંસ્કૃત કોલેજોમાં ગૌ સેવા પ્રકલ્પ ફરજિયાત કરવામાં આવે. સરકારી અને બિન-સરકારી શાળાઓ અને કોલેજોમાં દેશી ગાય ના આર્થિક, વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ પરના વિષયો ફરજિયાત કરવામાં આવે. હાઇવે પર ગૌ અકસ્માતોને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા . ધાયલ ગોવંશ ને તાત્કાલિક સારવાર આપવા માટે દર 50 કિ.મી. અથવા દરેક ટોલ પ્લાઝા પર ગાય વાહિની એમ્બ્યુલન્સ અને ગૌ ચિકિત્સાકર્મી તૈનાત કરવા અને દર 150-200 કિ.મી. પર ગૌ ચિકિત્સાલય સ્થાપિત કરવી જેવા અનેક મુદ્દાઓ પર આવેદન આપવામાં આવશે.
રાજકોટમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંગેની વિશેષ માહિતી માટે મો.નં. 97252 19761 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


