રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
છાસ પીને રાહત અનુભવતા ૧૫૦૦ થી વધુ રાહદારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વધી રહેલા ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને લોકોને ગરમીમાં રાહત મળી રહે એ હેતુથી સાર્વજનિક સેવા સમિતીના પ્રમુખ રાજુભાઈ જુંજા દ્વારા માનવ સેવા માટેની સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે યોજાયેલા છાસ વિતરણના બે દિવસીય સેવા કેમ્પનો ૧૫૦૦ થી વધુ રાહદારીઓએ લાભ લઇ રાહત અનુભવી હતી. આ છાસ સેવા યજ્ઞ પ્રસંગે વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર સેજલબેન ચૌધરી, પુર્વ કોર્પોરેટર ડો. અલ્પેશભાઈ મોરજરીયા, અમીતભાઈ ચૌધરી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સેવાભાવી આગેવાન જયેશભાઈ ત્રીવેદી, મેડીકલ કોલેજના ગ્રંથપાલ રાજુભાઈ ત્રીવેદી, ભાજપના જાગૃત કાર્યકર વિજયભાઈ રાઠોડ, પાર્થભાઈ રાઠોડ, મગનભાઈ સાકરીયા, પાયલબેન, સમાજ સેવીકા સોનલબેન ડાંગરીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુભાઈ જુંજાએ જણાવ્યુ હતુ કે લોકોની લાગણીને ધ્યાને લઈને આ પ્રકારના માનવ સેવાના કાર્યો આગળ વધારવામાં આવશે આ સેવા કેમ્પને સફળ બનાવવા રાજુભાઈ જુંજા, માવજીભાઈ મારૂ, કરણભાઈ જુંજા, જયેશભાઈ પટેલ, મનહરભાઈ સિંહોરા, મનસુખભાઈ લખતરીયા, વગેરેએ સેવા આપી હતી.


