By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા

Editor
Last updated: 2026/05/05 at 4:51 PM
1 day ago
Share
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
SHARE

લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા

મોટા મોવાના સરપંચના હત્યા કેસમાં નામ બહાર ન પાડવા 3.5 લાખની માંગણી કરી હતી, ટ્રેપ દરમિયાન રૂ.1.5 લાખ લેતા ઝડપાયા, કોર્ટે દંડ સાથે કેદ ફટકારી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં વર્ષો જૂના લાંચકાંડના કેસમાં અંતે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે, જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના તે સમયના પોલીસ ઈન્સ્પેક્ટર ચંદુલાલ પુજગર ગોસાઈને અદાલતે દોષિત ઠરાવી બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ₹10,000 નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. હાલ 72 વર્ષની ઉંમરે પહોંચેલા આ પૂર્વ પોલીસ અધિકારી વિરુદ્ધનો કેસ લગભગ 16 વર્ષ જૂનો છે, પરંતુ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે ન્યાય મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર મામલો વર્ષ 2009માં બનેલી મોટા મોવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા સાથે જોડાયેલો છે. આ હત્યા કેસમાં કેટલાક લોકોના નામ બહાર આવવાની શક્યતા વચ્ચે, તે સમયના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI ચંદુલાલ ગોસાઈએ આરોપી પક્ષના એક વ્યક્તિ રમેશ રાણા મકવાણાને બોલાવી તેમના નામને કેસમાંથી દૂર રાખવા બદલ મોટી રકમની માંગણી કરી હોવાનું બહાર આવ્યું હતું.

પ્રાથમિક રીતે ગોસાઈએ રૂ.15 લાખની માંગણી કરી હતી, પરંતુ વાતચીત અને વાટાઘાટો બાદ આ રકમ ₹3.5 લાખમાં નક્કી કરવામાં આવી હતી. આમાંથી પ્રથમ હપ્તા તરીકે રૂ.2 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ₹1.5 લાખ બીજા હપ્તા તરીકે ચૂકવવાના હતા. આ સમગ્ર વ્યવહાર દરમિયાન ફરિયાદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને લાંચ લેતા આરોપીને રંગેહાથ ઝડપવા માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.

નક્કી કરેલા આયોજન મુજબ, ફરિયાદી રમેશભાઈ મકવાણાએ બાકીના ₹1.5 લાખ સાથે પોલીસ સ્ટેશનમાં જઈ PI ગોસાઈને મળ્યા હતા. આ વખતે ગોસાઈએ પોતાની ચેમ્બરમાં જ રોકડ સ્વીકારી અને ટેબલ પર મૂકી દીધી હતી. સંકેત મળતા જ ACBની ટીમ તાત્કાલિક ચેમ્બરમાં ઘૂસી આવી અને નોટો કબ્જે કરી લીધી હતી.

ટ્રેપ દરમિયાન ફીનોફ્થેલીન પાવડરનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક રીતે પણ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. તપાસમાં ગોસાઈના હાથ પર પાવડરનું અસ્તિત્વ પણ મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે તેમણે નોટો સ્વીકારી હતી. ઉપરાંત, ટ્રેપ બાદ ગોસાઈના નિવાસસ્થાને થયેલી તપાસમાં પણ રૂ.3.31 લાખ જેટલી રોકડ રકમ મળી આવી હતી.

આ કેસમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદીએ ખોટી રીતે ફસાવવા માટે ટેબલ પર નોટો મૂકી દીધા હતા અને ગોસાઈ તેને પાછા આપવા પાછળ ગયા હતા. જોકે, અદાલતે આ દલીલને માન્યતા આપી નહોતી.

સરકાર તરફથી રજૂઆત કરતા જિલ્લા સરકારી વકીલે દલીલ કરી હતી કે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે પોલીસ સ્ટેશનની અંદર જઈ PIને ખોટી રીતે લાંચના કેસમાં ફસાવવું અશક્ય છે. વધુમાં, ટ્રેપ દરમિયાન પંચ સાક્ષીઓની હાજરીમાં લાંચ સ્વીકારવાની ઘટના સ્પષ્ટ રીતે સાબિત થાય છે.
કેસની સુનાવણી દરમિયાન આ પણ નોંધાયું હતું કે ગોસાઈએ પોતાના ઉપરી અધિકારીઓ સમક્ષ પોતાના બચાવ માટે કોઈ ખાસ રજૂઆત કરી નહોતી, જે પણ તેમના વિરુદ્ધ જાય છે.
આ તમામ પુરાવા અને દલીલોને આધારે ખાસ અદાલતના ન્યાયાધીશ વી.એ. રાણાએ ગોસાઈને દોષિત ઠરાવી સજા ફટકારી હતી. જોકે તેમની હાલની ઉંમરને ધ્યાનમાં રાખીને સજા માત્ર બે વર્ષ સુધી મર્યાદિત રાખવામાં આવી છે. આ કેસે ફરી એકવાર દર્શાવ્યું છે કે સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર લાભ મેળવવાનો પ્રયાસ અંતે કાયદાની જાળમાં ફસાય છે. લાંબા સમય બાદ મળેલા આ ન્યાયથી એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી પર પણ વિશ્વાસ વધ્યો છે અને સામાન્ય નાગરિકોમાં સંદેશ ગયો છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો વ્યર્થ નથી.

You Might Also Like

મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું

 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ

 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
રાજકોટ

ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા

Editor By Editor 1 day ago
જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’
ઉનાના પીલુડી વનમાં રચાયો પ્રકૃતિનો અલૌકિક ‘નાગ-પ્રણય’ ઉત્સવ 
સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો
1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?