By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર

Editor
Last updated: 2026/05/07 at 4:23 PM
3 hours ago
Share
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
SHARE

આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર

વિતરણ વ્યવસ્થાના અભાવે વોર્ડ નં.૧૧, ૧૨ અને ૧૮ની સોસાયટીઓમાં ટેન્કર મંગાવવા સ્થાનિકો મજબૂર

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારો આજે પણ પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વ રાજકોટના છેવાડાના વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11, 12 અને 18ના વિસ્તારોમાં સ્થિતિ સ્ફોટક છે, જ્યાં લોકોએ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. રાજકોટમાં દૈનિક 400 MLD પાણીની જરૂરિયાત છે અને તંત્ર આજી, ન્યારી તથા સૌની યોજના મારફત નર્મદા નીર પર નિર્ભર હોવા છતાં, વિતરણ વ્યવસ્થાના અભાવે છેવાડાના અનેક વિસ્તારોમાં હજુપણ ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે.

રાજકોટના વેસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નંબર 11 અને 12ના વિસ્તારોમાં જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે. અહીંના હાઈરાઈઝ બિલ્ડિંગોમાં વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે અને જે બોર ચાલુ છે તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. આંકડાકીય વિગતો મુજબ, વેસ્ટ ઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. મનપા તંત્ર આ વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

વોર્ડ નંબર 11 ના રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકો છેલ્લા 10 વર્ષથી નળ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. અહીં દરરોજ 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. ગોકુલમ હાઉસિંગ સોસાયટીમાં 200 ફ્લેટ માટે દૈનિક 6 ટેન્કર ફાળવવામાં આવ્યા છે. સવન સ્ટેટ્સ ફ્લેટ્સમાં 176 પરિવારો માટે દરરોજ 6 ટેન્કરનો ફેરો કરવામાં આવે છે. શ્રી હાઉસિંગ સોસાયટીમાં 224 પરિવારો પાણી માટે 7 ટેન્કર પર નિર્ભર છે. તેમજ અન્ય ફ્લેટ્સમાં વોર્ડ નં. 11 ના અન્ય 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

પૂર્વ રાજકોટ એટલે કે ઈસ્ટ ઝોનના વિસ્તારોમાં તો સ્થિતિ વેસ્ટ ઝોન કરતા પણ વધુ ખરાબ છે. વોર્ડ નંબર 18 અને વાવડીના છેવાડાના વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. વાવડી અને લક્ષ્મીના ધોળા જેવા વિસ્તારોમાં ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને માથે બેડા લઈને દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટે ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી સતત ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં જ જો આટલા મોટા પાયે ટેન્કરો દોડાવવાની નોબત આવી હોય, તો આગામી મે અને જૂન મહિનાના આકરા તાપમાં સ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોની એક જ માંગ છે કે તંત્ર તેમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું કામ પૂર્ણ કરે અને દરેક સોસાયટી તથા આવાસ યોજનામાં કાયમી નળ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકરોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા ચાલુ વર્ષે 40,000 નવા નળ કનેક્શન અપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ હજુ ઘણા વિસ્તારો ટેન્કર ભરોસે છે.

You Might Also Like

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
રાજકોટ

પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત

Editor By Editor 3 days ago
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?