By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

Editor
Last updated: 2026/05/07 at 4:30 PM
2 hours ago
Share
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
SHARE

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

પરિવારની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી રેન્જ આજીની ટીમ ; રાજસ્થાનથી દારૂ લાવી ગોંડલમાં સપ્લાય થવાનો હતો

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે રોજ નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. ક્યાંક લક્ઝરી વાહનોનો ઉપયોગ થાય છે તો ક્યાંક પરિવાર સાથે મુસાફરીના બહાને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થાય છે. આવી જ એક ચાલાકીનો પર્દાફાશ રાજકોટ રેન્જ પોલીસની ટીમે ચોટીલા નજીક કર્યો છે. પીયાવા ગામ પાસે પોલીસે એક કારમાંથી વિદેશી દારૂની 211 બોટલો ઝડપી પાડી સુરતના દંપતી અને તેમના પુત્રની અટકાયત કરી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાસ કરીને દારૂની હેરાફેરી અટકાવવા માટે તમામ ટીમોને સઘન ચેકિંગ અને વોચ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને રાજકોટ રેન્જની ટીમ સતત હાઈવે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પીએસઆઈ બી.સી. મીયાત્રા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા ચોટીલા તાલુકાના પીયાવા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. થોડા સમય બાદ GJ-21-BC-1182 નંબરની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. કારમાં એક પુરુષ, તેની પત્ની અને પુત્ર મુસાફરી કરતા હોવાથી પ્રથમ નજરે પરિવાર પ્રવાસ પર નીકળ્યો હોય તેવી સ્થિતિ લાગી હતી. જોકે પોલીસને મળેલી બાતમીને આધારે ટીમે કારની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન કારના અલગ અલગ ભાગોમાં અને ગુપ્ત ખાનાઓમાં સંતાડીને રાખવામાં આવેલી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ગણતરી કરતાં કુલ 211 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.1.46 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત કાર અને મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા. આમ કુલ રૂ.3,25,242નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે સુરતના હરિઓમનગર વિસ્તારમાં રહેતા સોહનરામ ગણેશરામ પરમાર, તેની પત્ની રેખાબેન અને પુત્ર કુણાલ પરમારની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના હરીશ મેવાડા નામના શખ્સે મોકલાવ્યો હતો. જ્યારે ગોંડલના વિશાલ નામના શખ્સે આ જથ્થો મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બંને મુખ્ય સૂત્રધારોને શોધવા માટે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી દારૂની હેરાફેરીમાં પરિવારનો ઉપયોગ કરીને પોલીસને શંકાથી દૂર રાખવાના પ્રયાસો વધી રહ્યા છે. મહિલા અને બાળકો સાથે વાહનમાં મુસાફરી કરવાથી ચેકિંગ દરમિયાન સરળતાથી પસાર થઈ જવાય તેવી બુટલેગરોની માન્યતા હોય છે, પરંતુ રાજકોટ રેન્જ પોલીસની સતર્કતાને કારણે આ આખો કારસો નિષ્ફળ ગયો હતો.ચોટીલા પોલીસ મથકે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલા મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ્સ તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી છે. સાથે જ રાજસ્થાનથી સૌરાષ્ટ્ર સુધી કાર્યરત સપ્લાય ચેઈન અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા, એએસઆઈ વકારભાઈ આરબ, હેડ કોન્સ્ટેબલ રસીકભાઈ પટેલ તેમજ કોન્સ્ટેબલ નિકુલભાઈ પંપાણીયા, ફતેસિંહ પરમાર, સાહીલભાઈ ખોખર અને દેવશીભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

 

 

You Might Also Like

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા
ગુજરાત

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

Editor By Editor 1 day ago
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
માંગરોળ દિવાસા પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા ચાલકનું મોત
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?