માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
છ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
મોચી જ્ઞાતિ સ્પોર્ટ્સ ફેડરેશન રાજકોટ દ્વારા આયોજિત તથા સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ – રાજકોટના ઉપક્રમે સતત 5મી “મોચી પ્રીમિયર લીગ (એમ.પી. એલ.5.0)” ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ડે-નાઇટ ફોર્મેટમાં તા. 15, 16 અને 17 મે દરમિયાન કરવામાં આવ્યું છે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને સફળ બનાવવા એમ .પી. એલ.વર્કિંગ કમિટી દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી મોચી સમાજના નામાંકિત ક્રિકેટરો એમ.પી.અલ. 5.0માં ભાગ લેવા આતુર બન્યા છે.
આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં જે.પી.ધુરંધર, ગવળી પાવર હાઉસ, શ્રી ચામુંડા બેગ સ્પર્ટન્સ, ક્રિકસ્ટાર સુપર કિંગ, ભગવતી ગ્રીન લાઇન , રોડીઝ ઑફ રોનક મોબાઇલ ઇવેન વચ્ચે જંગ જામશે.
મોચી એકતા, યુવા શક્તિ અને સંગઠનનું પ્રતિક બની રહેલી એમ.પી.અલ. આજે સમાજની એક આગવી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ ટુર્નામેન્ટ તરીકે ઓળખ મેળવી રહી છે. ટુર્નામેન્ટનો શુભ આરંભ તા. 15 મેના રોજ સવારે 8:00 વાગ્યે થશે.
આ અવસરે તમામ સ્પોન્સર્સઓ, ટીમ ઓનર્સ, સેવા સહયોગીઓ, રમતપ્રેમીઓ, સહયોગી મોચી સંસ્થાઓ તેમજ સમસ્ત જ્ઞાતિ ભાઈઓ-બહેનો, યુવાનો, બાળકો અને વડીલોને એમ.પી. એલ .5.0ના રોમાંચક મુકાબલાઓનો આનંદ માણવા તથા ક્રિકેટ પ્રતિભાઓને બિરદાવી પ્રોત્સાહિત કરવા જીગ્નેશભાઈ ચાવડા, મયુરભાઈ વાળા, મિલનભાઈ વાઘેલા, હાર્દિકભાઈ ચૌહાણ સ્નેહસભર મોચી સમાજને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે મો.9687613586 પર પ્રસાર કમિટી મેમ્બર કેતન પરમારનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


