સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
સિવિલ-થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે આયોજન : સેવાભાવી આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ત્રિશુલ ચોક ખાતે શનિવારે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલયે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા.૧૬-૫-૨૬ને શનિવાર સવારે ૮ થી ૨ સુધી કલ્યાણ બેન્કવેટ હોલ, સહકાર સોસાયટી મેઇન રોડ, ત્રિશુલ ચોકની નજીક રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા છ વર્ષથી નિયમિતરૂપે રાજકોટ સિવીલ હોસ્પિટલના લાભાર્થે સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની પુણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે ઉનાળાના સખત તાપમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય છે. જેના કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પુરતું બ્લડ મળવામાં મુશ્કેલી થતી હોય છે. તો રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં અંકુરભાઇ દોંગા, નરેન્દ્રભાઇ વાડોદરીયા અને વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. તેમ ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા અંકુરભાઇ દોંગા, મયુરભાઇ ટીલાળા, અંકુરભાઇ કિયાડા, વ્રજલાલ વરસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જણાવ્યું હતું.


