By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ

Editor
Last updated: 2026/05/15 at 4:52 PM
3 months ago
Share
મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
SHARE

કચ્છ ડ્રગ્સના ગેટવે તરીકે ફરી ચર્ચામાં

મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ

ઉનના કન્ટેનરમાં છુપાવી દેશમાં ઘુસાડાતું નશાનું જાળું? કેન્દ્રની એજન્સીઓની સંયુક્ત તપાસની માંગ ઉઠી

સ્ટેટ IB, SOG, મરીન પોલીસ અને નાર્કોટિક્સ સેલની કાર્યવાહી; સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ રૂટથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સક્રિય હોવાની આશંકા

અગ્ર ગુજરાત, ભુજ

ગુજરાત ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું હોવાની ગંભીર આશંકા વચ્ચે કચ્છ જિલ્લામાંથી બે મોટા ડ્રગ્સ કિસ્સા સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. એક તરફ કચ્છના મુન્દ્રા પોર્ટ પર અમદાવાદ નાર્કોટિક્સ સેલે દરોડો પાડી અંદાજિત 140 કિલો જેટલો શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ અબડાસા તાલુકાના પીંગલેશ્વર દરિયાકાંઠેથી રૂ.5 કરોડની કિંમતના ચરસના 10 બિનવારસુ પેકેટ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
આ બન્ને ઘટનાઓએ ફરી સાબિત કર્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાઈ પટ્ટો ડ્રગ્સ માફિયાઓ માટે મહત્વનો માર્ગ બની રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ માને છે કે દરિયાઈ માર્ગ તેમજ પોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ગુજરાત મારફતે દેશમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. મુન્દ્રા પોર્ટ પર થયેલી કાર્યવાહીમાં અમદાવાદ નાર્કોટિક્સ સેલે મુન્દ્રા પોર્ટ કસ્ટમની એસઆઈઆઈબી ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ વિદેશથી આયાત કરાયેલા ઉન (વુલ) ભરેલા ચોક્કસ કન્ટેનર અંગે ગુપ્ત માહિતી મળતા ટીમે ટ્રાન્સવર્લ્ડ સીએસએફ ખાતે કન્ટેનરને ડિટેઇન કરીને તેની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી અંદાજિત 140 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક અંદાજ મુજબ ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ ડ્રગ્સ કયા પ્રકારનું છે તેની ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે કન્ટેનરમાં ઉનના જથ્થા નીચે ડ્રગ્સ છુપાવીને આયાત કરવામાં આવ્યું હતું કે કેમ.
આ કેસમાં આયાતકાર પાર્ટી સ્થાનિક હોવાની ચર્ચા ચાલી રહી છે. સાથે જ માલ મંગાવનાર વેપારી, ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટ તેમજ કન્ટેનર હેન્ડલિંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ હાથ ધરાઈ છે. સૂત્રોના મતે, ડ્રગ્સના આ જથ્થા પાછળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત હોવાની આશંકા નકારી શકાય તેમ નથી. સુરક્ષા એજન્સીઓના મતે જો કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ડીઆરઆઈ, કોસ્ટ ગાર્ડ, ઇન્ટેલિજન્સ બ્યુરો, કસ્ટમ વિભાગ અને રાજ્ય પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવે તો ગુજરાતને ડ્રગ્સ ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરતી મોટી ગેંગનો પર્દાફાશ થઈ શકે છે.
બીજી તરફ અબડાસા તાલુકાના પીંગલેશ્વર દરિયા કિનારે મળેલા ચરસના જથ્થાએ પણ સુરક્ષા તંત્રની ચિંતા વધારી છે. સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસના અધિકારીઓ દરિયાકાંઠે જોઈન્ટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા આ પેકેટોમાંથી અંદાજિત રૂ.5 કરોડની કિંમતનો ચરસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ પેકેટ કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ દરિયાઈ માર્ગે પાકિસ્તાન અથવા અન્ય વિદેશી તત્વો દ્વારા આ જથ્થો ગુજરાતના કિનારે પહોંચાડવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વારંવાર બિનવારસુ ડ્રગ્સના જથ્થા મળી રહ્યા છે, છતાં મોટા ભાગના કેસોમાં મુખ્ય આરોપીઓ સુધી એજન્સીઓ પહોંચી શકી નથી.
અગાઉ પણ જખૌ, માંડવી, સલાયા, ઓખા અને દ્વારકા નજીકના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા ઝડપાઈ ચૂક્યા છે. પરંતુ આ કેસોમાં ડ્રગ્સ કોના માટે મોકલાયું હતું, કોને રિસીવ કરવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પાછળ કોણ કાર્યરત છે તે અંગે સંપૂર્ણ ભેદ ઉકેલાયો નથી. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વિશેષજ્ઞોના મતે ગુજરાતનો લાંબો દરિયાકાંઠો, વ્યસ્ત પોર્ટ સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ડ્રગ્સ સિન્ડિકેટ માટે રાજ્ય અનુકૂળ માર્ગ બની રહ્યું છે. ખાસ કરીને કચ્છનો દરિયાઈ વિસ્તાર અને મુન્દ્રા જેવા મોટા પોર્ટ્સને ટાર્ગેટ કરીને કાયદાની આંખમાં ધૂળ નાંખવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલ બન્ને કેસમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સનો સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે પીંગલેશ્વર દરિયાકાંઠેથી મળેલા ચરસ અંગે પણ આંતરરાષ્ટ્રીય કડી શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કચ્છમાં સતત મળી રહેલા ડ્રગ્સના જથ્થાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા, દરિયાઈ પેટ્રોલિંગ અને પોર્ટ મોનીટરીંગ સિસ્ટમ અંગે ફરી ગંભીર ચર્ચા જગાવી છે. હવે લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે માત્ર જથ્થો ઝડપી લેવાથી કામ નહીં ચાલે, પરંતુ દેશવિરોધી ડ્રગ્સ નેટવર્કને મૂળથી નાબૂદ કરવા માટે કેન્દ્ર અને રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલિત અભિયાન હાથ ધરવું જરૂરી બન્યું છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
ગુજરાતરાજકોટ

હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ

Editor By Editor 4 days ago
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
પાટડીમાં કુદરતી હાજતે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર ૫૮ વર્ષિય ઢગાનું દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?