By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત

Editor
Last updated: 2026/05/16 at 4:06 PM
1 hour ago
Share
 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
SHARE

 ‘રિંગણા લવ બે ચાર લ્યોને દસ બાર’ જેવો મનપામાં ઘાટ સર્જાયો

 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત

 વેસ્ટઝોનમાં વિવિધ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામગીરી શરૂ : મનપા ફરી રૂ.3૪૮.૭૫ કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરશે

 ૧-બીએચકે રૂ.૭ લાખ અને ૨-બીએચકે રૂ.૯ લાખ સુધીમાં વહેંચાશે : વિવિધ પેકેજમાં આવાસોનું નિર્માણ કરાશે

મવડી-કણકોટ રોડ પર 3૧૫ અને ૫૬૦ આવાસો બનાવાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સામાન્ય પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજનાની જોગવાઇ કરવામાં આવી છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં આવાસ નિર્માણ કરવામાં આવ્યાં છે. પરંતુ તે નહી વેંચાતા જર્જરીત થઇ ગયા હતા અને તેના રિનોવેશન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને વેંચવા કાઢયા છે અને તેમાં પણ લોકો ઉદાસીનતા દાખવી રહ્યાં છે તથા ફરી ૨૬૭૯ નવા આવાસ બનાવવાની મનપા દ્વારા જાહેરાત કરાઇ છે.

રાજકોટમાં વસતા અને ઘરના ઘરનું સપનું જોતા હજારો પરિવારો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘરનું ઘર પૂરું પાડવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોનના વિવિધ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના (એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ) અંતર્ગત નવા 2679 આવાસો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સિટી એન્જિનિયર પરેશ અઢિયાના જણાવ્યાં મુજબ, આ વિશાળ પ્રોજેક્ટ પાછળ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 348.75 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવનાર છે અને આ માટે સત્તાવાર રીતે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ આવાસ માટેની કિંમત 1-BHKનાં માત્ર રૂ. 7 અને 2-BHKનાં 9 લાખ સુધી રાખવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આવાસ બનતા હજારો મધ્યમવર્ગીય પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને આગામી સમય માટે કુલ 30000 આવાસો બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પૂર્ણ કરવાની દિશામાં મક્કમ પગલું ભરતા તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં 2679 આવાસોના નિર્માણની મંજૂરી આપીને પ્રક્રિયા વેગવંતી કરવામાં આવી છે. આ આવાસ યોજનામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બે અલગ-અલગ કેટેગરીના આવાસો બનાવવાનું આયોજન છે, જેમાં EWS-1 (વન બેડરૂમ, હોલ, કિચન) અને EWS-2 (ટુ બેડરૂમ, હોલ, કિચન) પ્રકારના આધુનિક આવાસોનો સમાવેશ થાય છે. આ આવાસ યોજનાઓ આકાર લેવાથી રાજકોટના હજારો પરિવારોને વ્યાજબી કિંમતે તમામ સુવિધાયુક્ત પાકું મકાન ઉપલબ્ધ બનશે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ તેમજ પાણી સહિત તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે.

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સમગ્ર પ્રોજેક્ટને અલગ-અલગ પેકેજમાં વહેંચીને કામગીરીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેકેજ-4 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 16માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-2 પ્રકારના કુલ 875 આવાસો બનાવવામાં આવશે. જ્યારે પેકેજ-5 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 10માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 ટાઇપના 684 આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

રાજકોટના પશ્ચિમ વિસ્તારના મોકાના અને પ્રગતિશીલ સ્થળો પર આ આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. યોજના હેઠળ મવડી-કણકોટ રોડ પર બે અલગ-અલગ મોકાના સ્થળોએ અનુક્રમે 315 અને 560 આવાસો બનશે. આ ઉપરાંત કટારીયા ચોકડી પાસે બીજા રિંગ રોડ પર 576 આવાસો, કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળના ભાગમાં 108 આવાસો, કાલાવડ રોડ પર આવેલી જીનિયસ સ્કૂલ પાછળ આંબેડકર હોસ્ટેલ રોડ પર 320 આવાસો, મુંજકા વિસ્તારમાં 216 આવાસો તેમજ જેટકો ચોકડી પાસે 248 આવાસો સહિત કુલ 2679 આવાસોનું ભવ્ય બાંધકામ કરવામાં આવશે. મનપા દ્વારા દાવા કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારો કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ ઉત્તમ હોવાથી લાભાર્થી પરિવારોનું જીવનધોરણ ખૂબ જ સુવિધાજનક બનશે.

આ સરકારી આવાસ યોજનાનો લાભ સમાજના વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સરકારે આવક મર્યાદા અને સબસિડીના ધોરણો પણ ખૂબ જ પારદર્શક રાખ્યા છે. EWS-1 કેટેગરીના વન બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા આવાસો માટે અરજદાર પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 3,00,000 સુધીની નક્કી કરવામાં આવી છે. આ કેટેગરીના મકાનોનું કાર્પેટ એરિયા સહિતનું કુલ બાંધકામ 30 ચોરસ મીટરનું રહેશે. બીજી તરફ, મધ્યમવર્ગ માટેના EWS-2 એટલે કે ટુ બેડરૂમ, હોલ અને કિચન (2 BHK) ધરાવતા ફ્લેટ્સ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5,50,000 રાખવામાં આવી છે, અને આ મકાનો 40 ચોરસ મીટરના આરામદાયક એરિયામાં બનાવવામાં આવશે.

ટીપી ૧૦, ૧૬, ૧૮માં ૯ થી ૧૪ માળની ઇમારત બનશે

આ ઉપરાંત, પેકેજ-6 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 10 અને 16 (મોટામવા) તેમજ ટીપી સ્કીમ નંબર 18 (મુંજકા)માં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વિશાળ જગ્યા સાથે 9 માળથી લઇને છેક 14 માળ સુધીની ગગનચુંબી EWS-2 આવાસ યોજનાઓ આકાર લેશે. આ ગગનચુંબી ઇમારતો માત્ર રહેણાંક પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની સાથે કમર્શિયલ શોપ્સ અને અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પણ ઊભી કરાશે, જેથી સ્થાનિક રહીશોને રોજિંદી ચીજવસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે.

સબસીડીની પણ વ્યવસ્થા

ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ ઓછો થાય તે માટે આ યોજનામાં સરકાર દ્વારા ખૂબ જ મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરેક આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,50,000ની માતબર સબસિડી સીધી આપવામાં આવશે. આ સરકારી સહાય બાદ કરતાં લાભાર્થી પરિવારે પોતાના ઘરના માલિક બનવા માટે 1-BHKનાં માત્ર રૂ. 7,00,000 અને 2-BHKનાં માત્ર રૂ. 9,00,000 જ ચૂકવવા પડશે.

You Might Also Like

 IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ

 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

 રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર
ગુજરાત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

Editor By Editor 3 days ago
વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા
 રાજકોટ સહિત દેશભરના કેમિસ્ટોની તા.૨૦મીએ હડતાળ
મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?