વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ
એક જ દિવસમાં ૨૦૦ લીટર વિતરણ કરાઇ
અગ્ર ગુજરાત, શાપર-વેરાવળ
વેરાવળ (શાપર) મા પડી રહેલા ધમધમતા તાપ વચ્ચે “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા માનવસેવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના મેન બજારના સરદાર ચોક પાસે રાહદારીઓ, શ્રમિકો તેમજ વાહન ચાલકો માટે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સ્વયંસેવકોએ સેવા ભાવના સાથે લોકોને ઠંડકભરી છાશ પીવડાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સેવાકીય કાર્યને લોકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યું હતું. “સેવા એ જ સાધના”ના સંદેશ સાથે દિલ સે ફાઉન્ડેશન દ્વારા સમાજમાં ઠંડક, પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંદાજે ૨૦૦ લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આશરે ૨૧૫૦ જેટલા ગ્લાસ લોકોને પીવડાવવામાં આવ્યા હતા.
દિલ સે ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી અવનવી એક્ટિવિટી કરવામાં આવતી હોય છે જેમ કે શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ, ચોમાસાની ઋતુમાં વૃક્ષ રોપણ, અને ઉનાળામાં છાશ ઠંડા પીણા પીવડાવવામાં આવતા હોય છે અને જો ઝૂંપડપટ્ટીમાં પણ અવારનવાર ફૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને નાના બાળકોને એજ્યુકેશન પણ ફ્રીમાં આપવામાં આવતું હોય છે.


