રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો
અગ્ર ગુજરાત, રાજકોટ
રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રા દ્વારા તા. 14, જુન, રવિવારના રોજ બપોરે 2-૦૦ થી સાંજે 7-૦૦ વાગ્યા સુધી રઘુવંશી દિકરા–દિકરીઓ માટે ”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળો” રાજકોટના હાર્દસમા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. પરીચય મેળામાં પધારનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” માં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી ગ્રેજ્યુએટ દિકરીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રાએ અપીલ કરાઈ છે.
”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા”માં ભાગ લેવા ઈચ્છતા દિકરા-દિકરીઓએ પોતાના બાયોડેટાની બે કોપી તથા ફોટોગ્રાફ બે કોપીમાં (1) 2–કોલેજવાડી, ‘વ્રજ વિહાર’ એપાર્ટમેન્ટ, ફલેટ નં. 101, રાજકુમાર કોલેજની સામે, રાજકોટ કિરીટભાઈ કેસરીયા મો. 98242 24270, (2) શ્રી રાજશકિત ડેરી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, 5/9 કોર્નર જંકશન પ્લોટ મેઈન રોડ, ડો. કાછેલાની સામે, રાજકોટ પંકજભાઈ જોબનપુત્રા મો. 98259 98261 (3) સ્વ.શ્રી જગુભાઈ રૂપારેલીયા સ્થાપિત સંસ્થા શ્રીનાથજી વેવિશાળ માહિતી કેન્દ્ર, સિધ્ધિ ફલેટસ, હાઉસિંગ બોર્ડ શેરી નં. 5, અક્ષર માર્ગ, એન્જલ મદ્રાસ કાફે પાસે, રાજકોટ. અમરશીભાઈ રૂઘાણી (મો.93777 88229), (4) અંબિકા અપરેલસ, રેર રેબિટ શોરૂમ સામે, નાઇસ એન્ડ ન્યુ ની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, જયભાઈ લાલસેતા (મો. 9662899909) તથા (5) જલીયાણ આર્ટ, નક્ષત્ર-6, શોપ નં. 16, સમૃધ્ધિ ભવનની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે નિલેશભાઈ અનડકટ (મો. 98244 52092) પરના સરનામે તા.25/05/2026, સોમવાર સુધીમાં મોકલી દેવા ફરજીયાત છે.
”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” ને નટુભાઈ કોટક (લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ, ચેરમેન), કિશોરભાઈ કારીયા, જતીનભાઈ ભીંડોરા (બજરંગ મિત્ર મંડળ), હેમલભાઈ ખંઢેરીયા, મહેશભાઈ કોટક, શૈલેષભાઈ પુજારા, ભદ્રેશભાઈ વડેરા, રાજુભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ નંદાણી, અમીતભાઈ નાગરેચા, મનીષભાઈ અનડકટ, આશીષભાઈ પુજારાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.


