સ્પાઇન કેર સેન્ટર ‘ધ સ્પાઇન એક્સ ક્લિનિક’માં દર્દીઓને મળશે વૈશ્વિક સ્તરની સારવાર
આવતીકાલે રાષ્ટ્રીય શાળા પાસે જાણીતા સ્પાઇન સર્જન ડો. મેહુલ ચૌહાણ દ્વારા ક્લિનિકનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવા સ્પાઇન કેર સેન્ટર ‘ધ સ્પાઇન એક્સ ક્લિનિક’ (The Spine X Clinic) નું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ક્લિનિકનો શુભારંભ આગામી ૩૧મી મે, ૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી વિધ્યાનગર મેઈન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળા ખાતે કરવામાં આવશે. આ નૂતન પ્રકલ્પનો હેતુ સ્પાઇન (કરોડરજ્જુ) ને લગતી બીમારીઓથી પીડાતા દર્દીઓને અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તરફ દોરી જવાનો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ક્લિનિક પરિવાર દ્વારા ફૂલો કે ભેટસોગાદો ન લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.
આ અદ્યતન ક્લિનિકમાં કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન તરીકે ડો. મેહુલ ચૌહાણ પોતાની સેવાઓ આપશે, જેઓ કરોડરજ્જુની જટિલ બીમારીઓની સચોટ સારવાર માટે જાણીતા છે. તેમણે M.S. Ortho ની પદવી મેળવ્યા બાદ યુ.એસ.એ., યુ.કે. અને જર્મની જેવા દેશોમાંથી F.I.S.S. ની ઉચ્ચ તાલીમ મેળવેલી છે. ૧૪ કરતાં પણ વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા ડો. મેહુલ ચૌહાણ એડવાન્સ અને મિનિમલી ઇન્વેસિવ (નાના ચીરા વાળી) સ્પાઇન સર્જરીના નિષ્ણાત છે. તેમની સાથે ડો. નિશિતા ચૌહાણ, આન્યા અને ધ્રિશા પણ આ નવી સફરના સાક્ષી બનશે, જ્યારે શાંતીલાલ ચૌહાણ અને ગુલાબગૌરી ચૌહાણના આશીર્વાદ સાથે આ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.
’ધ સ્પાઇન એક્સ ક્લિનિક’ ખાતે દર્દીઓની સુવિધા માટે ‘પેશન્ટ ફર્સ્ટ’ (દર્દી પ્રથમ) ના અભિગમ સાથે સચોટ નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લિનિકમાં મિનિમલી ઇન્વેસિવ સોલ્યુશન્સને કારણે દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઈ શકશે. અહીં મુખ્યત્વે ટી.બી. જેવી સ્પાઇનલ ઇન્ફેક્શન, ટ્રોમેટિક સ્પાઇન, ઓસ્ટીઓપોરોસીસ માટે સિમેન્ટ ઓગમેન્ટેડ સ્ક્રૂઝ, કરોડરજ્જુની ગાંઠો (વર્ટીબ્રલ ટ્યુમર્સ) માટે ખાસ સર્જરી અને બાળકો માટેની જટિલ C1-C2 સર્જરીઓ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત સ્પાઇન ડીફોર્મિટીઝ (કરોડરજ્જુની તકલીફો), સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્પોન્ડિલોલિસ્થેસિસ, ડિસ્ક હર્નિએશન, એન્ડોસ્કોપિક સ્પાઇન પ્રોસિજર્સ અને સ્પાઇન ટ્યુમર્સ જેવી જટિલ સમસ્યાઓનું પણ નિષ્ણાત હાથો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ક્લિનિક આધુનિક ટેકનોલોજી અને કરુણા સભર સંભાળના સંગમ સાથે રાજકોટ અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


