સોશ્યલ મીડિયામાં વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા
શાળાઓમાં વેકેશન લંબાયું હોવાની માત્ર અફવા, શિક્ષણ વિભાગે કર્યા ખૂલાસો
વેકેશન લંબાવાયુ હોવાની વાતો વહેતી થઇ હતી : શિક્ષણ વિભાગના નિયમિત કેલેન્ડર મુજબ જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શાળાઓનું વેકેશન હવે પૂરું થવામાં છે અને જલ્દી જ શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું છે. આ વચ્ચે ગુજરાતમાં ઉનાળું વેકેશન લંબાવાયાની વાતો વહેતી થઈ હતી. અસહ્ય ગરમીને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, આ કારણે વેકેશન લંબાવાયું છે તેવી વાતોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું.
સોશિયલ મીડિયા પર હાલ વેકેશન લંબાયાની અફવાએ જોર પકડ્યું છે. જેમાં કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રતાપે ઉનાળુ વેકેશન લંબાયુ હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, હવે સામે આવ્યું છે કે, વેકેશન લંબાવવાની વાત સદંતર ખોટી છે અને વાયરલ મેસેજમાં કોઈ તથ્ય નતી. શિક્ષણ વિભાગના નિયમિત કેલેન્ડર મુજબ જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. 8 જુનથી રાજ્યભરની શાળાઓ શરૂ થઈ જશે. તેથી શિક્ષણ વિભાગ દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત ન કરાઈ અને ખોટા અહેવાલોથી ગેરમાર્ગે ન દોરવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત સરકારે ગરમીને કારણે શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવી દીધું છે અને હવે શાળાઓ ૧૮ જૂનથી શરૂ થશે. જોકે, હકીકત એ છે કે, કોઈ વેકેશન લંબાવાયુ નથી. સંચાલક મંડળ દ્વારા અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક પસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, આ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર તે અંગે વિચારણા કરી રહી છે. સરકારે વેકેશન લંબાયાની કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્ય સરકારમાં વેકેશન ન લંબાવવા રજુઆત કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમયસર શાળાઓ શરૂ અને વેકેશન ન લંબાવવા કરી માંગ હોવાનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણ ને પ્રાથમિકતા ઉપર વધુ ભાર ન થવો જોઈએ તેવી કરાઈ અપીલ છે. પ્રત્યક્ષ શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. કારણ કે, કોરોના બાદ વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિકાસ પર અસર પડી છે. શાળાઓ મોડી શરૂ થશે તો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. બોર્ડ પરીક્ષા અને સ્પર્ધાત્મક અભ્યાસ માટે દરેક દિવસ મહત્વનો હોઈ છે. મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને હકારાત્મક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.


