ઉના પોલીસની કામગીરી સામે સવાલ: પાકીટ ચોરનાર તસ્કરને છોડી મૂક્યો?
મહાપ્રભુજીની હવેલીમાં દર્શને આવેલી મહિલાનું પાકીટ ચોરાયું, CCTVમાં કેદ થયો આરોપી
પાકીટ પરત કર્યું પણ 6500 રૂપિયા, મોબાઈલ અને સોનાની કંઠી ગાયબ ભોગ બનનાર પરિવારનો આક્રોશ
અગ્ર ગુજરાત, ઉના
ઉના-વરસીંગપુર રોડ પર આવેલીમહાપ્રભુજીનીહવેલી માં દર્શનાર્થે આવેલા લોહાણા પરિવારની મહિલાનું પાકીટ ચોરી જવાની ઘટનાએ ચકચાર મચાવી છે. CCTVમાં રંગેહાથ કેદ થયેલા આરોપીને પોલીસે પકડ્યા બાદ છોડી મૂક્યો હોવાનો અને મુદ્દામાલ પરત કબજે ન કર્યા નો ગંભીર આક્ષેપ ભોગ બનનાર પરિવારે કર્યો છે. આ ઘટનાથી ધર્મપ્રેમી જનતામાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
કૈલાસભાઈ બાલુભાઈ મશરૂ ના પત્ની દયાબેન હવેલી માં દર્શન માટે ગયા હતા ત્યારે મંદિરની બહાર ટેબલ પર રાખેલું તેમનું પાકીટ કોઈ તસ્કર ઘડીના છઠ્ઠા ભાગમાં તફડાવી નાસી છૂટ્યો હતો.સમગ્રઘટનાહવેલીમાંલાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈહતી.પાકીટચોરાતાહવેલી માં ખળભળાટ મચી ગયો હતો.
પરિવારજનોએજણાવ્યુંકે,ફરિયાદબાદપોલીસઆરોપી ને પકડીને લાવી હતી અને પાકીટ પણ કબજે કર્યું હતું. પરંતુ પાકીટમાં રહેલા 6500 રૂપિયા રોકડા, મોબાઈલ અને સોનાની કંઠી પરત મળી નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આરોપીને છોડી મૂક્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
કૈલાસભાઈ મશરૂ એ આક્રોશ સાથે કહ્યું, આ તો કેવી પોલીસની તપાસ છે?તસ્કરCCTVમાંદેખાયછે,પોલીસ તેને પકડી પણ લાવી, છતાં મુદ્દામાલ પરત કબજે કર્યો નથી અને આરોપીને છોડી પણ મૂક્યો.ધાર્મિકસ્થળેપણ મહિલાઓ સુરક્ષિત નથી.પોલીસની આવી કામગીરીથી તસ્કરોને મોકળું મેદાન મળી જશે.
હવેલીમાં બિન્દાસ આવીને દર્શનાર્થી મહિલાનું પાકીટ ચોરી જવાની ઘટનાથી સ્થાનિક ધર્મપ્રેમી જનતામાંભારે નારાજગીછે. દર્શનાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે, જો CCTV પુરાવા હોવા છતાં આરોપી છૂટી જતો હોય તો સામાન્ય જનતાએ ન્યાય માટે ક્યાં જવું?હવેલી જેવા પવિત્ર સ્થળે પણચોરીથતીહોયતોસુરક્ષાનીજવાબદારી કોની?આ મામલે ઉના પોલીસનું સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી. પરંતુ ભોગ બનનાર લોહાણા પરિવારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પોલીસની કામગીરી હવે ચર્ચાના કેન્દ્રમાં છે.


