સગીરા વશ નહી થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
ધોરાજીમાં બનેલી ચકચારી ઘટના : દૂધ લેવાના બહાને ઘરમાં બોલાવી ઘટના : દુધ લેવાના બહાને ઘરમાં બોલાવી મોઢે ડૂચો દઇ દેહ અભડાવવાની કોશીષ : ધરપકડ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીના બહારપુરા વિસ્તારમાં 14 વર્ષની સગીરાને દૂધ લેવાના બહાના હેઠળ બદકામ કરવાના ઇરાદે ઘરમાં બોલાવી મોઢામાં ડૂચો મારીને પહેલા માળેથી ફેંકી દેતા ગંભીર ઘટના નો બનાવ નોંધાયો હતો. સીટી પોલીસે આરોપીને તાત્કાલિક દબોચી લીધો હતો.
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ એ માહિતી આપતો જણાવેલ કે ધોરાજીમાં 27 વર્ષના મોઈન નાસીર ચૌહાણ નામના શખ્સે ૧૪ વર્ષની સગીરાને દૂધ લેવા માટે બોલાવેલ અને સગીરા દૂધ લઈને દેવા માટે પરત આવતા આરોપી મોઈન નાસીર ચૌહાણ એ બદકામ કરવાના ઇરાદે ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી સગીરા બૂમો પાડે નહીં તે માટે સગીરાના મોઢામાં ડુચો મારેલ આ સમયે સગીરાના માતા પિતા દીકરીને શોધવા લાગતા આરોપીને ડર લાગતા તેને પહેલા માળેથી ફેંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ સમયે સ્થળ ઉપર હાજર રહેલા લોકોએ તાત્કાલિક સગીરા ને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ.
ઉપરોક્ત બનાવો અંગે ધોરાજી સીટી પોલીસ સ્ટેશન દ્વારા ગંભીરતા સમજીને તાત્કાલિક જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સગીરા ના પિતા ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી સામે જૂની કલમ 307 પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપી મોઈન નાસીર ચૌહાણ (ઉ.વ.૨૭)ને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો.
દુષ્કર્મ આચારવાની પેરવી કરી સગીરાને મોઢામાં ડુચો મારી પહેલા મારાથી ફેંકી દઈ હેવાનિયત ભર્યું પગલું ભરતા સમગ્ર ધોરાજી વિસ્તારમાં ફિટકાર વરસેલ છે અને આરોપીને કડકમાં કડક સજા કરવા લોકોએ માગણી કરી છે. ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


