સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પૌષધ શાળા આંગણે નમસ્કાર મહામંત્રના જાપ
સમાજના અગ્રણીઓ દ્વારા ભાવાંજલી અર્પણ કરાઇ : ભાવુક દ્રશ્યો સર્જાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૨મી જુન ૨૦૨૫ના રોજ બનેલી એક વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા,સ્વપ્નદ્રષ્ટા, પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક આધુનિક રાજકોટના શિલ્પી, સંવેદનશીલ નેતા અને સૌના હૃદયમાં સદૈવ અમર રહેનારા ગુજરાતના લોકપ્રિય પૂર્વ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખોયા હતા અને આ દુર્ઘટનાને એક વર્ષ આજે પુરૂ થયુછે ત્યારે રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ શેઠ પૌષધ શાળા ખાતે પૂ.સુનિતાબાઈ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપ આજે કરવામાં આવેલ હતા સ્વ.વિજયભાઈ શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ખચોખચ ભરેલા હોલ માં શ્રાવક શ્રાવિકાને ભાવથી જાય કરેલા હતા.
નમસ્કાર મહામંત્રના જાપમાં ઉપસ્થિતિ અજંલીબેન રૂપાણી, રૂષભભાઈ રૂપાણી, તથા પરિવારજનો ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પુર્વ મેયર બીનાબેન આચાર્ય,પુર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, મિલનભાઈ કોઠારી, કેતનભાઈ સંઘવી, નયનાબેન મોદી, વીણાબેન શેઠ, નિતિન મહેતા, જીતુભાઈ શેઠ , કલ્પેશ ગોંડા, પ્રદિપ મહેતા, વખારીયા સહિત અનેક સંધોના પ્રતિ નિધિ ઉપસ્થિતિ રહેલા હતા. સાધ્વી રત્ના પૂજ્ય સુનિતાબાઈ મહાસતીજી સાધ્વી રત્ના પૂજ્ય શ્વેતાંસીબાઈ મહાસતીજીનીશ્રામા આયોજન કરવામાં આવેલ હતું. બધાને દિવ્ય જાપ જાલેલા હતા સંઘ પ્રમુખ સી.એમ.શેઠે પણ જાપ જીલાવેલ હતા. ધારાસભ્ય દર્શિતાબેન એ આંખમાં આંસુ સાથે ભાવાંજલી આપેલ હતી. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ બધાને પ્રભાવના પણ આપવામાં આવી હતી.
શ્રી રોયલ પાર્ક મોટા સંધ નું છાસનું વિતરણ સ્વ: વિજયભાઇની સ્મુતિમાં કરવામાં આવેલ હતુ. સવારના ૧૦૦૦ લાડવાનું વિતરણ પણ વિજયભાઇની પુણ્યતિથિ નિમીતે કરેલ હતુ. સેકડો પરિવાર શેઠ ઉપાશ્રયથી વિનામુલ્યે ખીચડી પ્રસાદ લઈ જાય છે તે પણ લાડીલા વિજયભાઇ રૂપાણીની સ્મૃતિ રૂપે કરવામાં આવેલ હતુ.


