By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    22 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કિંગ ઓફ સાળંગપુરના કોપી રાઇટની ટ્રસ્ટની જાહેરાતથી વિવાદ : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગે. મેદાને
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કિંગ ઓફ સાળંગપુરના કોપી રાઇટની ટ્રસ્ટની જાહેરાતથી વિવાદ : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગે. મેદાને

Editor
Last updated: 2026/06/13 at 4:48 PM
6 days ago
Share
કિંગ ઓફ સાળંગપુરના કોપી રાઇટની ટ્રસ્ટની જાહેરાતથી વિવાદ : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગે. મેદાને
SHARE

કિંગ ઓફ સાળંગપુરના કોપી રાઇટની ટ્રસ્ટની જાહેરાતથી વિવાદ : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગે. મેદાને

ચેરીટી કમિશનરથી છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી લેવાની ચીમકી

ભગવાન હનુમાન પર કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં ચાલે: હેમાંગ રાવલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા “કિંગ ઓફ સાળંગપુર” પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતિકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કૉપિરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે ભગવાન હનુમાન, તેમના પ્રાચીન વિશેષણો, ધાર્મિક પ્રતિકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓને ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિંદુ સમાજ માટે ચિંતાજનક છે.

ભગવાન હનુમાનનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા, હનુમાન ઉપનિષદ અને અસંખ્ય ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાન કોઈ એક ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિની રચના નથી, પરંતુ હજારો વર્ષોથી કરોડો હિંદુઓની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.

“કષ્ટભંજન”, “સંકટમોચન”, “બજરંગબલી”, “મહાવીર”, “રામદૂત”, “પવનપુત્ર”, “અંજનેય”, “મારુતિ” અને અન્ય અનેક વિશેષણો સદીઓથી ભગવાન હનુમાન માટે વપરાતા આવ્યા છે. તે જ રીતે ભગવાન ગણેશ માટે “વિઘ્નહર્તા”, ભગવાન શિવ માટે “ભોળેનાથ” અને ભગવાન કૃષ્ણ માટે “ગોપાલ” જેવા શબ્દો સમગ્ર હિંદુ સમાજની સામૂહિક ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. આવા શબ્દો કોઈ સંસ્થાએ સર્જેલા બ્રાન્ડ નથી, પરંતુ સનાતન ધર્મની જીવંત પરંપરાનો અભિન્ન ભાગ છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સ્પષ્ટપણે જાહેર કરે છે કે તેનો વિરોધ કોઈ વ્યક્તિ, સંત કે મંદિર સામે નથી, પરંતુ સનાતન ધર્મની સામૂહિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા પર કોઈપણ પ્રકારના એકાધિકારવાદી દાવા સામે છે. જો સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા બાદ એવું જણાશે કે સદીઓથી પ્રચલિત ધાર્મિક શબ્દો, પ્રતિકો, પ્રસાદ, મૂર્તિઓ અથવા પરંપરાઓ પર અતિશય અને જાહેર હિતને અસર કરતો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સર્વે સનાતની સંસ્થાઓને સાથે રાખીને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી સમક્ષ વાંધા, ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત, સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી સહિતના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.

 

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની માંગણીઓ

* તમામ ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.

* ટ્રેડમાર્ક નંબર, કૉપિરાઇટ નંબર અને અરજીની નકલો જાહેર કરવામાં આવે.

* “કષ્ટભંજન”, “કિંગ ઓફ સાળંગપુર”, ધાર્મિક પ્રસાદ, પ્રતિમા અને અન્ય પ્રતિકો અંગે ચોક્કસપણે શું નોંધાયું છે તે સ્પષ્ટ કરવામાં આવે.

* સામાન્ય ભક્તો, અન્ય મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, પ્રકાશકો, મૂર્તિકારો અને ભજન મંડળોના ધાર્મિક ઉપયોગ પર કોઈ અસર નહીં થાય તેવી જાહેર ખાતરી આપવામાં આવે.

* આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રસ્ટના કેટલા નાણાં ખર્ચાયા તેની વિગતો જાહેર કરવામાં આવે.

* ટ્રસ્ટી મંડળના સંબંધિત ઠરાવોની નકલો જાહેર કરવામાં આવે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
રાજકોટ

સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 2 days ago
મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
શાપર-વિંછીયાના ચાર એકાઉન્ટધારકો પોલીસના જાળમાં
ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?