મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવા તંત્રનું એલાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૬-૦૬-૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, વેસ્ટ ઝોનમાં કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હૉલ, આકાશવાણી ચોક, એસ. એન.કે. સ્કૂલનું સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે કરવામાં આવશે. આ જન કલ્યાણ શિબિરમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સ્થાનિક કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રણ દિવસ ત્રણેય ઝોનમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, તા.૧૬-૦૬-૨૦૨૬ના રોજ વેસ્ટ ઝોનમાં કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હૉલ, આકાશવાણી ચોક ખાતે, તા.૧૭-૦૬-૨૦૨૬ના રોજ ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે અને તા.૧૮-૦૬-૨૦૨૬ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હૉલ, કોઠારીયા રોડ ખાતેસામે સવારના ૧૦:૦૦ કલાક થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી જન કલ્યાણ શિબિર યોજવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જન કલ્યાણ શિબિરનો શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાદ્વારા અનુરોધ કરવામાં આવે છે.


