સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પૂર્વ મેયર, સ્ટે.ચેરમેન અને સાતવાર નગરસેવક રહી ચૂકેલા અને ભાજપના વરિષ્ઠ નેતા સંઘને સર્મિપિત એવા ‘જનક રાજા’ના હુલામણા નામથી ઓળખાતા જનકભાઇ કોટકનું નિધન થતાં આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ રાજકોટ પધારી જનકભાઇના ઘરની મુલાકાત લઇ શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. જનકભાઈ કોટકના નિવાસસ્થાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુશ્કેલ અને દુઃખની ઘડીમાં તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી. વિશ્વકર્માએ જણાવ્યું છે કે, સ્વ. જનકભાઈ કોટક પક્ષના એક નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધીની ભાજપની ભવ્ય યાત્રાના સાક્ષી રહ્યા હતા. પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલે.


