By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    8 minutes ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    23 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી

Editor
Last updated: 2026/06/18 at 3:42 PM
8 minutes ago
Share
RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
SHARE

 RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી

 સારથી પોર્ટલના ધાંધીયા ફરી શરૂ થતા કામગીરી અટકી પડી, લાયસન્સ, કંડકટરના બેઝ માટે આવતા અરજદારોમાં રોષ : છેલ્લા પાંચ દિવસથી હેરાન થતાં લોકોને હજુ ચાર દિવસ હેરાન થવુ પડશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત રાજ્યભરની RTOમાં છેલ્લા પાંચ દિવસથી સારથી પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી અરજદારો અલગ અલગ કામગીરીને લઈને કચેરીએ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી ન થતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

GSRTCમાં કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે, કંડક્ટર લાઇસન્સ માટે આવતા ઉમેદવારોના પણ કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારથી પોર્ટલની ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે અધિકારીઓ દ્વારા સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

RTO કચેરીમાં સારથી પોર્ટલની ટેકનિકલ ખામી હવે અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સતત પાંચમા દિવસે પણ પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત ન થતાં લાયસન્સ, કંડકટર બેજ, રિન્યુઅલ સહિતની વિવિધ સેવાઓ માટે આવતા અરજદારોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. દરરોજ સવારના 7 વાગ્યાથી લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે, પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમની કામગીરી પૂર્ણ થતી નથી. ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે એક સામાન્ય ટેકનિકલ ખામીના કારણે લોકોનો સમય અને પૈસા બગડી રહ્યા છે.

અત્યારે રાજ્યમાં કંડકટર ભરતીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો કંડકટર લાયસન્સ અને બેજ મેળવવા RTO કચેરીએ પહોંચી રહ્યા છે. પરંતુ સારથી પોર્ટલ વારંવાર બંધ થઈ જતાં ભરતી માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકતી નથી. ઘણા ઉમેદવારો દૂર-દૂરના વિસ્તારોમાંથી આવી રહ્યા છે, છતાં તેમને માત્ર “સર્વર બંધ છે” અથવા “પોર્ટલ કામ કરતું નથી” જેવા જવાબો મળી રહ્યા છે. ભરતી જેવી મહત્વની પ્રક્રિયા દરમિયાન પણ સિસ્ટમને સારી રીતે ચાલુ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો અરજદારો સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો મેળવી નહીં શકે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે.

છેલ્લા પાંચ દિવસથી ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર દ્વારા તેનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે ઉમેદવારો અને અરસદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે સારથી પોર્ટલમાં હજુ પણ ટેકનિકલ ખામી સર્જાવવાની હોવાથી ઉમેદવારોને અને અરજદારોને સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે કચેરીએ જ ન આવવાની અપીલ કરતાં ઉમેદવારો પણ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે. હવે અરજદારો રાહ જોઈ રહ્યા છે કે, તંત્ર માત્ર અપીલ કરીને જવાબદારીમાંથી છટકી જશે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી અરજદારોને રાહત આપશે.

‘જ્યારે આવીએ ત્યારે સર્વર ડાઉન છે એવો જવાબ મળે‘

અરજદારોએ જણાવ્યું હતું કે, આજે ચોથી વખત કામગીરી કરાવવા માટે કચેરીએ આવ્યો છું. જ્યારે પણ આવીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે અત્યારે સર્વર ડાઉન છે જેથી કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. કાલે પણ આવ્યા હતા તો સર્વર ડાઉન હોવાથી આજે કામગીરી થશે નહીં તેવું કહીને પરત મોકલવામાં આવ્યા હતા. ભરતી માટે ફોર્મ ભરવા લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી બન્યું છે.

વડી કચેરીએ રજૂઆત કરી : અધિકારી

અમદાવાદ આરટીઓના નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે લાઇસન્સ માટે જે સારથી પોર્ટલ કામ કરી રહ્યું છે તેમાં ટેકનિકલ ખામી આવી રહી છે. આખા ગુજરાતમાં આ પ્રોબ્લેમ પોર્ટલમાં થઈ રહ્યો છે. જે માટે વડી કચેરીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ સારથી પોર્ટલમાં સુધારા માટેની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. હેડ ઓફિસ ખાતે પણ ચર્ચા કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ
રાજકોટ

વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ

Editor By Editor 24 hours ago
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?