By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

Editor
Last updated: 2026/06/19 at 3:25 PM
1 day ago
Share
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
SHARE

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

 કોલેજની જમીન પર નાળિયેરીના બગીચા બનાવી લાખોની આવક રળતા દબાણકર્તાઓ

 સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ કબ્જો કર્યાનો ધારાસભ્ય-જાગૃત નાગરિકનો આક્ષેપ : શૈક્ષણિક સંસ્થા બનાવવા માંગ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

​જૂનાગઢના માંગરોળ તાલુકામાંથી શૈક્ષણિક જમીન પચાવી પાડવાનો અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે કિંમતી જમીન ભવિષ્યના શિક્ષકો તૈયાર કરવાના ઉમદા હેતુ માટે ફાળવવામાં આવી હતી, તે જમીન પર આજે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો છે. આ શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓ દ્વારા નાળિયેરીના બગીચા બનાવી દેવામાં આવ્યા હોવાના જાગૃત નાગરિક અને ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરાયા છે. દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર મૌન સાધીને બેઠું છે.

​માંગરોળના હાર્દ સમો વિસ્તારન જ્યાં સરસ્વતીના આ પવિત્ર ધામને ભૂમાફિયાઓનું આશ્રયસ્થાન બનાવી દેવામાં આવ્યું છે. વર્ષ 1967માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિકાસ માટે કેળવણી વિભાગને ‘દાતાર મંઝીલ’ બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી અત્યંત કિંમતી જમીન સોંપવામાં આવી હતી.

આ ફાળવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અહીં બી.એડ. સમકક્ષ જી.બી.ટી.સી. અને ત્યારબાદ સીપીએડ જેવી રોજગારલક્ષી કોલેજો શરૂ થાય, જેથી સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતા, બેદરકારી અને સ્થાનિક નેતૃત્વની નબળાઈને કારણે આ બંને મહત્વપૂર્ણ કોલેજો એક પછી એક બંધ થઈ ગઈ હતી અને આ કિંમતી સરકારી મિલકત સંપૂર્ણપણે ભગવાન ભરોસે મુકાઈ ગઈ હતી.

​કોલેજો બંધ થતાંની સાથે જ જમીન હડપ કરવા ટાંપીને બેઠેલા સ્થાનિક ભૂમાફિયાઓએ આ આખા શૈક્ષણિક કેમ્પસ પર બેફામ દબાણો શરૂ કરી દીધાના ગંભીર આક્ષેપો કરાયા છે. જે જમીન પર ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને સરસ્વતીના શ્લોકો ગૂંજતા હતા, ત્યાં આજે ગેરકાયદેસર નાળિયેરીના બગીચાઓ લહેરાઈ રહ્યા છે. આ સરકારી મિલકતનો ઉપયોગ કરીને ભૂમાફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આ મામલે જૂનાગઢ DLR કચેરી દ્વારા જમીન માપણીની ફી ભરવા માટે માંગરોળ મામલતદારને ક્યારનોય પત્ર લખી દેવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું અને કાગળો ધૂળ ખાતા પડ્યા રહ્યા. હવે મામલતદાર કચેરીએ પોતાની નબળાઈ છુપાવવા માટે આ જમીન કેળવણી વિભાગ પાસેથી પરત લઈને સરકાર હસ્તક કરવા માટે, એટલે કે ‘શરત ભંગ’ની કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલી દીધી છે. તંત્રની આ નીતિ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કારણ કે ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે આખેઆખી શૈક્ષણિક જમીન જ સરકાર ભેગી કરી દેવાનો કારસો રચાઈ રહ્યો છે. જો આ જમીન સરકાર હસ્તક ચાલી જશે, તો માંગરોળ વિસ્તારમાં શિક્ષણના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે.

ફર્નિચરની તસ્કરી, કોલેજનું બિલ્ડીંગ ધ્વસ્ત

​આ મામલે મકતુપુર ગામના રહીશ મહાવીરસિંહ ચુડાસમાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળની બાજુમાં કેશોદ રોડ ઉપર દાતાર મંઝિલ નામની એક મોટી સંસ્થા આવેલી છે, જ્યાં વર્ષો પહેલાં સીપીએડ કોલેજ ધમધમતી હતી. આ સીપીએડ કોલેજ કોઈ પણ યોગ્ય કારણ વગર બંધ કરી દેવામાં આવી છે. કોલેજ બંધ થતાં જ ત્યાં રાખવામાં આવેલું કિંમતી ફર્નિચર ચોરાઈ ગયું છે, સરકારી મકાનો અને સીપીએડ કોલેજની ઇમારતો સંપૂર્ણપણે પડી ગઈ છે. શૈક્ષણિક હેતુ માટે આજુબાજુની જે જમીનો ફાળવવામાં આવી હતી, તે તમામ જમીન પર વ્યાપક પેશકદમી થઈ ચૂકી છે.

આ જમીન સરકારની છે : ધારાસભ્ય

માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળ ખાતે આવેલી દાતાર મંજિલ નામની જગ્યા મૂળ સરકારી માલિકીની જ છે. વર્ષો પહેલા એટલે કે 1989ની સાલમાં શારદાગ્રામ સંસ્થા દ્વારા આ જગ્યા પર બી.આર.એસ. કોલેજ ચલાવવા માટે ભાડાની માંગણી કરવામાં આવી હતી, જેથી સરકારે તે સમયે આ જગ્યા એક વર્ષના કરાર પર ભાડે આપી હતી. ત્યારબાદ શારદાગ્રામ મુકામે કોલેજનું નવું મકાન તૈયાર થઈ જતાં, આ જગ્યા સી.પી.એડ. કોલેજ ચલાવવા માટે 15 વર્ષના લાંબા ગાળાના ભાડા પટ્ટે માંગવામાં આવી હતી અને સરકારે તે આપી હતી. આ ભાડા પટ્ટો પૂર્ણ થતાં અને સી.પી.એડ. કોલેજ પણ બંધ થઈ જતાં, નિયમ મુજબ આ જગ્યા સંસ્થા દ્વારા સરકારને પરત સોંપી દેવામાં આવી હતી.

ગેરકાયદે દબાણ ખુલ્લા કરાશે : અધિકારી

માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ જણાવ્યું હતું કે, આ જમીન પર થયેલા દબાણો અંગેની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ મારફત જિલ્લા સંકલન સમિતિમાં વહીવટી તંત્રને મળી છે. આ ફરિયાદ અન્વયે મામલતદાર કચેરી દ્વારા સંબંધિત તમામ વિભાગોને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારી જમીન પર જે પણ દબાણકર્તાઓએ કબ્જો કર્યો છે, તેમની સામે કાયદાની જોગવાઈઓ મુજબ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ હોવાથી ખૂબ જ ટૂંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સંબંધિત વિભાગો દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરાવવામાં આવશે.

You Might Also Like

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, PCB નો દરોડો
રાજકોટ

ટ્રેક્ટરની વ્હીલ પ્લેટોની આડમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, PCB નો દરોડો

Editor By Editor 2 days ago
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
રાજુલા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને કારોબારી ચેરમેનનું શિક્ષક સંઘ દ્વારા સન્માન
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?