ભારત સેવક સમાજની વનીકરણ ઝુંબેશમાં ફિલ્મ વિવેચક અમૃત ગંગરના હસ્તે વૃક્ષારોપણ
પર્યાવરણ પ્રેમીઓ સાથે વિચાર ગોસ્ટી યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રેસકોર્ષ સ્થિત ભારત સેવક સમાજ સંકુલમાં ચાલતી વનીકરણ ઝુંબેશમાં જાણીતા ફિલ્મ વિવેચક અને ઇતિહાસકાર અમૃત ગંગરના હસ્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રેમીઓની વિચાર ગોસ્ટીની સાદગી ભર્યો કાર્યક્રમ યોજાયો હતો.
આ અંગે ભારત સેવક સમાજના મંત્રી જનાર્દન પંડયાએ યાદીમાં જણાવ્યું હતું કે સંકુલમાં છેલ્લા બે માસથી વન ખાતાના નિવૃત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અગાઉના વર્ષોમાં ઔષધીય વૃક્ષો ઉછેર્યા બાદ હવે પર્યાવરણના સંતુલન માટે આવશ્યક એવા પક્ષીઓના ખોરાક-રહેઠાણ માટેના વૃક્ષો વાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઉલપક્ષ્યમાં બુધવારે મુંબઇના જાણીતા ફિલ્મ વિવેચક અને ઇતિહાસકાર અમૃત ગંગરના હસ્તે વૃક્ષારોપણનો સાદગી ભર્યો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં તેમની સાથેની વિચાર ગોસ્ટીમાં પર્યાવરણ પ્રેમીઓ જનાર્દન પંડયા નટવરસિંહ ચૌહાણ, સુરતથી આવેલા યુવા કાર્યકર જય ખોલિયા, નવનીતભાઇ અગ્રાવત, પોરબંદરના વનસ્પતિવિદ માલદેભાઇ, પરેશભાઇ પંડયા, મનસુખભાઇ બગથરીયા, જયોતિનભાઇ મહેતા, ગોરધનભાઇ પેથાણી, જુનાગઢ સાપુરના ધનવંતરી આશ્રમના પુષ્પાબેન ચૌહાણ, સુલોચનાબેન મહેતા, હિનાબેન મહેતા, ગીતાબેન ગોસલીયા, સાધનાબેન કાલરીયા, સોનલબેન વગેરે જોડાયા હતાં અને આ વાવેલા વૃક્ષોની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. તેમને સંસ્થાના કાર્યોને મુકત કંઠે બિરદાવ્યા હતાં .


