સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી
મહામંત્રી તરીકે એઝાઝબાપુ બુખારીને જવાબદારી સોંપાઇ : કરબલાની ઉજવણીની તૈયારી પૂરજોશમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
સદર તાજીયા કમીટીની મીટીંગ સદર બજાર, રાજકોટ ખાતે મર્હુમ ગનીબાપુના નિવાસ સ્થાને મળી હતી. સદર તાજીયા સંચાલકો પંજા સવારી, સબીલ કમીટી, ન્યાઝ કમીટી, વાએઝ કમીટી, અખાડા કમીટી, દુલદુલ કમીટી તેમજ નાની ડોલી કમીટીના આયોજકોએ ખાસ હાજરી આપેલ હતી. ત્યારબાદ પ્રમુખએ કમીટી જાહેર કરેલ હતી. જે તાજીયા તથા પંજા સવારી સતત બે દિવસ ખાસ હાજરી આપશે.
આ મીટીંગનું પ્રમુખ સ્થાન ચાંદ સૈયદ ગાદીના મુંજાવર સૈયદ રફીકબાપુ કાદરી એ શોભાવેલ હતું. આ મીટીંગમાં સૈયદ રફીકબાપુ કાદરી, એજાજબાપુ બુખારી, મહેબુબભાઈ બેલીમ, અકીબભાઈ મામટી, રજાકભાઈ કારીયાણી, ગફારભાઈ કુરેશી, મેરાજભાઈ વિધાણી, આફતાબભાઈ કચરા, રતિબાપુ બુંદેલા, અનવરભાઈ ધાડા, સબ્બીરભાઈ કુવાડીયા, પરવેજભાઈ કુરેશી, યુનુસભાઈ હાસમબાપુ કટારીયા, સોયબભાઈ કોચલીયા, ઈકબાલભાઈ ચૌહાણ, રવિભાઈ મોહનભાઈ સોઢા, છોટુભાઈ માંડરીયા વિગેરે હાજર રહયા હતા. તેમ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે.


