વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
ઈન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલના ડાયરેક્ટર અને રોયલ નેવીના માનદ લેફ્ટિ. કમાન્ડર તરીકે ભારતનું ગૌરવ
અગ્ર ગુજરાત, ઉના
વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ અને અનેક ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન આદરણીય રાજ અગ્રવાલે કાર્ડિફ સ્થિત કચ્છી લેઉવા પટેલ સમાજ ખાતે પધારીને પૂજ્ય સ્વામીજીના દર્શનકરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
રાજ અગ્રવાલ હાલઈન્ટરનેશનલબિઝનેસકાઉન્સિલના ડાયરેક્ટરતથા બ્રિટિશ રોયલ નેવીના માનદ લેફ્ટિનન્ટ કમાન્ડર જેવા પ્રતિષ્ઠિત પદો પર સેવા આપી રહ્યા છે. વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કરનારા અગ્રવાલજીની કાર્યનિષ્ઠા અને સમર્પણ ભારતીય સમાજ માટે ગૌરવ સમાન છે.
સ્વામીજી સાથેની મુલાકાત દરમિયાન રાજ અગ્રવાલે ગુરુકુળ દ્વારા ચાલતી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી.શિક્ષણ, આરોગ્ય,સંસ્કારઅને સમાજ સેવા ક્ષેત્રે ગુરુકુળની નિસ્વાર્થ કામગીરી જાણી ને તેઓ અત્યંત પ્રભાવિત થયા અનેઆનંદની લાગણી વ્યક્ત કરી.
સ્વામીજીએ રાજ અગ્રવાલને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાબદલ અભિનંદન પાઠવી ખાસ આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે કાર્ડિફના કચ્છી લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


