ભારત સેવક સમાજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે રેસકોર્ષ સ્થિત નેહરૂ ઉધાન ખાતે ભારત સેવક સમાજ સંકુલમાં સ્વસ્થ વૃધ્ધત્વ થીમ સાથે યોગાભ્યાસનું આયોજન થયું હતું. જેમાં વિવિધ યોગવર્ગોના સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યાદીમાં વધુમાં જણાવ્યું છે કે ભારત સેવક સમાજ સંકુલમાં નિયમિત ચાલતા દૈનિક વર્ગના યોગાચાર્ય પતંજલિના પૂર્વ જિલ્લા પ્રભારી નટવરસિંહ ચૌહાણએ આજના યોગાભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રમુખ વિનુભાઇ ગોસલીયા અને મંત્રી જનાર્દન પંડયા, કથાકાર નિશિથભાઇ ઉપાધ્યાય, કૌશિકભાઇ છાયા, રાજેશભાઇ ભાતેલીયા, સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કે.એમ.પટેલ, પર્યાવરણવિદ હિંમતભાઇ લાબડીયા, રશિમબેન ઉપાધ્યાય, હરેશભાઇ રાજયગુરૂ, પરેશભાઇ પંડયા, સી.આર.મઢવી, નિરંજનભાઇ પાટીલ, નટવરસિંહ ચૌહાણ, યોગ શિક્ષક મનસુખભાઇ બગથરીયા, જયોતિનભાઇ મહેતા, ગોરધનભાઇ પેથાણી, અભયભાઇ અંજારીયા, જીતેન્દ્રભાઇ દોશી, સુલોચનાબેન મહેતા, ગીતાબેન ગોસલીયા, પુષ્પાબેન ચૌહાણ, હિનાબેન મહેતા તથા મીનલબા તેવી જ રીતે રેલનગરના વંદનાબેન જાદવ તથા સાવરકર રેસીડેન્સીના દર્શનાબેન જાની, રાષ્ટ્રીય શાળામાં ચાલતા પતંજલિના કલાસના મમતાબેન મિસ્ત્રી અને સીમાબેન મીસ્ત્રી, કાશ્મીરાબેન મલકાણ, ગીતાબેન વિઠ્ઠલાણી, શ્વેતાબેન ધામેલીયા, મિનાઝબેન, અલકાબેન, શિલ્પાબેન, રીટાબેન, સાયરાબેન, દમુબેન પટેલ અને કંચનબેન તથા ક્રિષ્નાબેન કેલા કે જેઓ ઓનલાઇન સેવા આપે છે તેઓ બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.


