પ્રયાસ પેરેન્ટસ અસોસીએશન દ્વારા બાળકો માટે જગન્નાથપુરીનો પ્રવાસ યોજાયો
પ્રવાસમાં ૭૫ બાળકો, વાલીઓ સાથે જોડાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રયાસ પેરેન્ટ્સ અસોસીએશન મનોદિવ્યાંગ બાળકો સાથે કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થા મા હાલ ૨૦૦ જેટલા બાળકો તાલીમ લઈ રહ્યા છે. સંસ્થામા ૫ વર્ષથી લઈ ને ૫૭ વર્ષ સુધીના મનોદિવ્યાંગ છે. સંસ્થામા તેમની રોજિંદા જીવનની પ્રવૃતિઓથી લઈને ફીઝીઓ થેરાપી , અકેડેમિક, કોમ્પ્યુટર , વોકેશનલ એજ્યુકેશન , પ્રી – વોકેશનલ , કૂકિંગ , ઓકયુપેશનલ થેરાપી , સ્પીચ થેરાપી જેવી તમામ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે.
સંસ્થા દર વર્ષે પ્રવાસનું આયોજન કરે છે. જેમાં વૈષ્ણોદેવી , હરિદ્વાર જેવા મોટા પ્રવાસોથી માંડી એક દિવસીય પ્રવાસ જેમાં કચ્છ , સોમનાથ , દ્વારકા , શિવરાજપૂર બીચ , માંડવી બીચ વગેરે સ્થળોના પણ પ્રવાસોનું આયોજન કરેલ છે. આ સંસ્થા એ માત્ર સંસ્થા નથી પરંતુ એક પરિવાર છે , એ ભાવને સિધ્ધ કરી બતાવે છે. પ્રયાસમાં બાળકો સાથે તેમના પૂરા પરિવાર ને જોડવામાં આવે છે. જે એક મહત્વની બાબત છે. આ વર્ષે જગગનાથ પૂરીના પ્રવાસ નું આયોજન કરેલું હતું. જે ૧૭ જૂન થી ૨૫ જૂન સુધીનું હતું. જેમાં અમે પ્રથમ દિવસે જગગનાથ મંદિર અને બ્લૂ ફ્લેગ બીચ , દ્રિતીય દિવસે કોણાર્ક સુર્ય મંદિર અને ગોલ્ડન બીચ તેમજ તૃતીય દિવસે ભુવનેશ્વરનું ફેમસ લિંગરાજ મંદિર , સાક્ષી ગોપાલ મંદિર , પરશુરામ મંદિર જેવા અનેક નાના મોટા મંદિરોના દર્શન કર્યા હતા.
આ પ્રવાસમાં ૭૫ બાળકો અને તેમના વાલીઓ તેમજ સ્ટાફ માંથી ૧૫ લોકો સાથે ટોટલ ૨૦૦ લોકો એ જગગનાથપૂરીના દર્શન કર્યા. પ્રયાસ આટલી મોટી સંખ્યામા મનોદિવ્યાંગ બાળકો સાથે પ્રવાસ કરનાર પ્રથમ સંસ્થા છે. અ પ્રવાસ માત્ર ફરવા માટે નથી પરંતુ આ બાળકો માટે મોટી લર્નિંગ પ્રોસેસ છે, ભગવાન જગગનાથના દર્શન એ અમારા બાળકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને આસ્થાનું પ્રતિક બન્યું તથા તેમના દર્શનથી ધન્યતા અનુભવી હતી.


