10 જુલાઈથી બદલાશે ઇન્ટરસિટી અને ડેમુ ટ્રેનના સમય
ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી તથા વાંકાનેર–મોરબી–વાંકાનેર ડેમુ ટ્રેન માટે રેલવે દ્વારા નવી સમયસૂચિ જાહેર
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવા માટે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 79453/79444 વાંકાનેર–મોરબી–વાંકાનેર ડેમુ ટ્રેનોના સમયપત્રકમાં 10.07.2026 થી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ 1) ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.07.2026 થી વાંકાનેર સ્ટેશન પર 13.43 કલાકે પહોંચવાને બદલે 13.48 કલાકે પહોંચશે. 2) ટ્રેન નંબર 79453 વાંકાનેર–મોરબી ડેમુ 10.07.2026 થી વાંકાનેર સ્ટેશનથી 12.10 કલાકે ઊપડવાને બદલે 12.00 કલાકે પ્રસ્થાન કરશે, મકનસર સ્ટેશન પર 12.29 કલાકે પહોંચવાને બદલે 12.19 કલાકે પહોંચશે, રફાળેશ્વર સ્ટેશન પર 12.34 કલાકે પહોંચવાને બદલે 12.24 કલાકે પહોંચશે, નઝરબાગ સ્ટેશન પર 12.43 કલાકે પહોંચવાને બદલે 12.33 કલાકે પહોંચશે તેમજ મોરબી સ્ટેશન પર 12.55 કલાકે પહોંચવાને બદલે 12.45 કલાકે પહોંચશે. ટ્રેન નંબર 79444 મોરબી–વાંકાનેર ડેમુ 10.07.2026 થી મોરબી સ્ટેશનથી 13.05 કલાકે ઊપડવાને બદલે 12.55 કલાકે પ્રસ્થાન કરશે, નઝરબાગ સ્ટેશન પર 13.09 કલાકે પહોંચવાને બદલે 12.59 કલાકે પહોંચશે, રફાળેશ્વર સ્ટેશન પર 13.18 કલાકે પહોંચવાને બદલે 13.08 કલાકે પહોંચશે, મકનસર સ્ટેશન પર 13.24 કલાકે પહોંચવાને બદલે 13.14 કલાકે પહોંચશે તેમજ વાંકાનેર સ્ટેશન પર 13.50 કલાકે પહોંચવાને બદલે 13.40 કલાકે પહોંચશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


