By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

Editor
Last updated: 2026/06/27 at 4:56 PM
6 minutes ago
Share
મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત
SHARE

ધંધાની હરીફાઈ લોહિયાળ બની

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

સમાધાન માટે થયેલી બેઠક લોહિયાળ બની; કાકા પણ ગંભીર રીતે થયા હતા ઘાયલ, સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પરિણમ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં ધંધાકીય હરીફાઈ અને જૂના મનદુઃખે અંતે એક યુવાનનો જીવ લીધો છે. ફોટો ફ્રેમના વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલ જાદવ પર તેના જ કૌટુંબિક મામાના દીકરાઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગોપાલનું મોડી રાત્રે મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. આ ઘટનાએ શિવાજીનગર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, શિવાજીનગર વિસ્તારમાં રહેતા ગોપાલ જાદવ ફોટો ફ્રેમ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આરોપી અનિલ પરમાર અગાઉ ગોપાલના કારખાનામાં કામ કરતો હતો. ત્યાંથી કામ શીખ્યા બાદ તેણે પોતાનો અલગ વ્યવસાય શરૂ કર્યો હતો. ફરિયાદ મુજબ, અનિલ ગ્રાહકોને ઓછા ભાવે કામ કરી આપતો હોવાથી બંને વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ મુદ્દે બંને વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, આ વિવાદનો અંત લાવવા અને સમાધાનનો રસ્તો કાઢવા ગોપાલ પોતાના કાકા વિજય જાદવ સાથે અનિલ પરમારના ઘરે પહોંચ્યો હતો. પરંતુ સમાધાનની આશાએ ગયેલી મુલાકાત અચાનક હિંસક બની ગઈ. આરોપ છે કે અનિલ પરમાર, તેનો ભાઈ સુનિલ પરમાર, પિતા રમેશભાઈ, માતા હંસાબેન તેમજ કાકા ભરતભાઈ ત્યાં હાજર હતા અને વાતચીત દરમિયાન ઉશ્કેરાટ ફેલાતા હુમલો કરવામાં આવ્યો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુનિલ પરમારે પહેલા વિજય જાદવ પર છરીથી હુમલો કરી તેમના પેટમાં ઘા ઝીંક્યો હતો. કાકાને બચાવવા વચ્ચે પડેલા ગોપાલને આરોપીઓએ પકડી રાખ્યો અને અનિલ પરમારે “આને જાનથી મારી નાખવો છે, ધંધામાં આગળ આવવા દેતો નથી” તેમ કહી પેટના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન લાકડાના ધોકા તેમજ અન્ય હથિયારોનો પણ ઉપયોગ થયો હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ગોપાલે પોતાના ઓળખીતા ભરતભાઈને ફોન કરીને પોતાને છરી મારવામાં આવી હોવાની જાણ કરી તાત્કાલિક સ્થળ પર આવવા કહ્યું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત ગોપાલ અને વિજય જાદવને પરિવારજનો તથા મિત્રોની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોપાલની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ ચાર કલાક સુધી સર્જરી ચાલી હતી અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં ગોપાલ સારવાર દરમિયાન જીવનની જંગ હારી ગયા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયા હતા. ગોપાલના અવસાન બાદ પોલીસે અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાહુલ જાદવે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપીઓ સામે પૂર્વયોજિત હુમલો કરીને જીવલેણ ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા, ઘટનાસ્થળે હાજર રહેલા લોકોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, સામા પક્ષે પણ પોતાને હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભરતભાઈ નાનજીભાઈ પરમાર અને રમેશભાઈ નાનજીભાઈ પરમારને પણ ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ગોપાલ જાદવ, વિજય જાદવ, રાહુલ જાદવ અને તેમની સાથે આવેલા અન્ય લોકોએ ઘરની બહાર આવી ઝઘડો કરી તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.
મૃતક ગોપાલ જાદવ પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત આઠ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો એક દીકરો છે. બીજી તરફ, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય જાદવને પણ સારવાર આપવામાં આવી રહી છે. તેમના પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ છે.
પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાનું મૂળ કારણ ફોટો ફ્રેમના વ્યવસાયમાં ઉભી થયેલી હરીફાઈ અને લાંબા સમયથી ચાલતો વિવાદ હોવાનું સામે આવ્યું છે. સમાધાન માટે યોજાયેલી બેઠક લોહિયાળ અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિનો જીવ ગયો છે, જ્યારે બંને પરિવારો વચ્ચેનો વિવાદ હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો છે. થોરાળા પોલીસ સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

You Might Also Like

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના
ગુજરાત

ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના

Editor By Editor 5 minutes ago
દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન
APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા
ગુજરાતમાં વર્ગ-3ની જગ્યામાં પૂર્વ અગ્નિવીરોને મળશે ૨૦ ટકા આરક્ષણ
ગોંડલનો આશાપુરા અને સેતુબંધ ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?