રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
૧૦ દિવસનું આયોજન : મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ અને રાત્રી રોકાણ ફરજીયાત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ શહેરનો પ્રશિક્ષણ વર્ગ રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત અખબારીયાદી મુજબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આવતીકાલ તા.૧ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ધ રોયલ કેસ્ટલ, મોદી હાઈસ્કુલ પાસે, ૧૦૦ ફુટ રાતૈયા રોડ, ઈશ્વરીયા, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરના તમામ વોર્ડના અપેક્ષિત કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક વોર્ડનો પ્રશિક્ષણ વર્ગ પ્રારંભ સવારે ૧૦.૩૦ કલાકથી બીજા દિવસે સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીનો રહેશે જેમાં તમામ અપેક્ષિતોને પ્રશિક્ષણ વર્ગ દરમ્યાન મોબાઈલ રાખવા ઉપર પાંબધી રાખવામાં આવી છે અને ફરજીયાત રાત્રી રોકાણ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.
જેમાં રાજકોટ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 ના ઈન્ચાર્જ રાજકોટ શહેર મહામંત્રી લલીતભાઇ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલની આગેવાનીમાં તેમજ પૂર્વ પ્રદેશ આમંત્રિત નિતીનભાઈ ભારદ્વાજની સંપૂર્ણ દેખરેખ સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વિષયો ઉપર વકતાઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં વિષય વૈચારીક સૈધ્ધાંતિક અધિષ્ઠાનના વકતા તરીકે ડો..માધવ દવે, અંજલીબેન રૂપાણી, અતુલભાઈ પંડિત, કમલેશભાઈ જોષીપુરા, ડૉ. ભરતભાઈ બોઘરા અને ભાજપનો ઈતિહાસ અને વિકાસ વિષયના મુખ્ય વકતાઓમાં ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, કાથડભાઈ ડાંગર, કશ્યપભાઈ શુકલ તેમજ કાર્યવિસ્તારની આપણી દૃષ્ટિ (કાર્ય વિસ્તાર)ના વકતાઓ તરીકે ઉદયભાઈ કાનગડ, નિતીનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માંકડ, ડૉ. પ્રદિપ ડવ અને આપણી કાર્યપધ્ધતિના વકતાઓ તરીકે રમેશભાઈ ટીલાળા, ડૉ.. નેહલભાઈ શુકલ, ડૉ. વિજય દેસાણી, અરવિંદભાઈ રૈયાણી અને કેન્દ્ર અને રાજય સરકારની ઉપલબ્ધિઓ (અંત્યોદયથી સંતુષ્ટી)ના વકતા તરીકે ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય, દેવાંગીબેન મૈયડ અને સોશીયલ મીડીયા એઆઈ/નમો/ સરલ એપ વિષયના વકતાઓ તરીકે ડૉ. હાર્દિક ગોહિલ, જયભાઈ શાહ, નીખીલ રાઠોડ, શ્યામ ડાભી અને વિષય બુથ પ્રબંધન જેમાં (બુથ વ્યવસ્થા અને મન કી બાત) સહિતની બાબતના વકતાઓ તરીકે વિક્રમભાઈ પુજારા, શામજીભાઈ ચાવડા, જીજ્ઞેશભાઈ જોષી, જયદીપભાઈ જલુ તમામ વિષયોમાં તેમનું વકતવ્ય આપશે.
આ પ્રશિક્ષણ વર્ગ સ્થાન વ્યવસ્થા લલીતભાઈ વાડોલીયા, કિશોરભાઈ રાઠોડ, રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ અને વર્ગ ખંડ વ્યવસ્થા પરિમલભાઈ પરડવા, વિજયભાઈ ટોળીયા તેમજ મંચ વ્યવસ્થા મેહુલભાઈ નથવાણી, કૌશિકભાઈ ચાવડા તેમજ સત્ર સંચાલક – અધ્યક્ષ વ્યવસ્થા કિશોરભાઈ રાઠોડ, યોગેન્દ્રસિંહ જાડેજા, ભાર્ગવભાઈ મિયાત્રા અને મલ્ટીમીડીયા વ્યવસ્થા કેતનભાઈ વાછાણી, દેવાંગભાઈ માંકડ તેમજ રજીસ્ટ્રેશન વ્યવસ્થા નિખીલભાઈ રાઠોડ, સુનિલ ગોહેલ, કિશન પટેલ અને કીટ તૈયાર કરનાર ટીમ તરીકે કાર્યાલય ટીમ-હિતેષભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ દવે, નલહરિ પંડિત, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, અજય સંભાળી રહ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગની પ્રદર્શની તૈયાર કરનાર ટીમમાં પરિમલભાઈ પરડવા, વિજયભાઇ પાડલીયા તેમજ આંતરીક તથા બાહ્ય સજાવટ પુષ્કરભાઈ પટેલ, મિલન લીંબાસીયા સાથે યુવા મોરચા ટીમના સભ્યો અને વિડીયો / ફોટોગ્રાફી માટે અનુરાગ વાગડીયા, શરદ વાગડીયા, સિધ્ધાંત વાગડીયા તેમજ સ્વચ્છતા વ્યવસ્થા સોમાભાઈ ભાલીયા, યોગેશ ભુવા તથા કિશાન મોરચાના ટીમના સભ્યો તેમજ ભારમલભાઈ સંભાળશે. મીડીયા પ્રબંધનમાં હાર્દિકભાઈ બોરડ, વક્તા પ્રબંધનમાં કિશોરભાઈ રાઠોડ, વર્ગ ગીત, વંદે માતરમ્ ગાનમાં જીજ્ઞેશભાઈ જોષી, કાથડભાઈ ડાંગર, પર્યવેક્ષકમાં ગેલાભાઈ રબારી અને ભોજન – અલ્પાહાર વ્યવસ્થામાં વિક્રમભાઈ પુજારા, અશ્વિનભાઈ પાંભર તથા યુવા મોરચો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દેવાંગભાઈ માંકડ, રાજદિપસીંહ જાડેજા અને યોગ-પ્રાણાયમ કિશોરભાઈ રાઠોડ, કાથડભાઈ ડાંગર તેમજ નિવાસ સ્થાન વ્યવસ્થા પુષ્કરભાઈ પટેલ, સંજય દવે, મહેશભાઈ રાઠોડ, વિરેન્દ્ર ભટ્ટ, શૈલેષભાઇ બુસા અને પ્રશિક્ષણ વર્ગ દરમ્યાન મોબાઈલ સંભાળની વ્યવસ્થા બાબુભાઈ માટીયા અને તેમની ટીમ તેમજ રેકોર્ડીંગ આઈ.ટી.મીડીયા ટીમ અને સોશીયલ મીડીયા ટીમ સંભાળશે. આ સાથે મહિલાઓ માટે રહેણાંકની વ્યવસ્થા દિપાબેન કાચા, મેઘાબેન વૈષ્ણવ, ધર્મીષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નીશાબેન રાણપરા, અરૂણાબેન પરમાર, લીનાબેન રાવલ, માધવીબેન જોગીયા, મયુરીબેન ભાલાળા સંભાળશે. પ્રદેશ મહેમાન વ્યવસ્થાની જવાબદારી વિક્રમભાઈ પુજારા, સંજયભાઈ દવે અને સાહિત્ય તથા કીટ વ્યવસ્થા સ્થળ ઉપર કિશનભાઈ પટેલ, વિજયભાઈ પાડલીયા અને યોગેશભાઈ ભુવાને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રશિક્ષણ વર્ગના અપેક્ષિતોને રાજકોટ મહાનગરના પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, નિતીનભાઈ ભારદ્વાજ સહિતના તમામ આગેવાનોએ પ્રશિક્ષણ વર્ગ પૂર્વે શુભેચ્છાઓ પાઠવી હતી.


