સહકાર ભારતી ગુજરાત દ્વારાઅર્બનકો-ઓપરેટીવ બેંક દ્વારા રવિવારે અભ્યાસ વર્ગ
નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષય અંગે માર્ગદર્શન અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સહકાર ભારતી દ્વારા આણંદ ખાતે ગુજરાત પ્રાંતનો અર્બન કો ઓપરેટિવ બેન્ક માટે એક અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
આ અભ્યાસ વર્ગની વિશેષ માહિતી જીવણભાઈ ઞોલે ક્ષેત્રીય સંગઠન પ્રમુખ, મહેશભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, જેન્તીભાઈ કેવત, મહામંત્રી ગુજરાત પ્રદેશ, ચીમનભાઈ ડોબરીયા પ્રદેશ સંગઠન પ્રમુખ, નલીનભાઈ વસા રાષ્ટ્રીય અર્બન સહ પ્રકોષ્ઠ પ્રમુખ, ગૌતમભાઈ વ્યાસ અર્બન બેંક પ્રકોષ્ઠ પ્રમુખ ગુજરાત પ્રદેશ, કેતનભાઇ પટેલ સહ પ્રકોષ્ઠ ગુજરાત પ્રદેશની સંયુક્ત યાદી જણાવે છે કે. “વિના સંસ્કાર, નહીં સહકાર” “વિના સહકાર, નહિ ઉદ્ધાર” ની માન્યતાથી કાર્ય કરતી સહકાર ભારતી દ્વારા આણંદ મુકામે જી એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ના મધ્યસ્થ હોલમાં આણંદ ગુજરાત ખાતે તા.૫-૭-૨૦૨૬ રવિવારના રોજ સવારે ૧૦થી૫-૩૦ સુધી ગુજરાત રાજ્યની અર્બન કોપરેટીવ બેંક માટેનો એક અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
આ અભ્યાસ વર્ગમાં અર્બનકો- ઑપરેટીવ બેંકના ચેરમેન ,વાઇસ ચેરમેન, સક્રિય ડિરેક્ટર ,સી.ઓ અને એમ.ડી અને જી.એમ. સુધીના અપેક્ષિત છે. આ અભ્યાસ વર્ગમાં સહકાર ભારતીના સંજયજી પાંચપોર રાષ્ટ્રીય સંગઠન મંત્રી, અભય માટે રાષ્ટ્રીય બેંક પ્રકોષ્ઠ પ્રમુખ, નલીનભાઈ વસા રાષ્ટ્રીય બેંક સહ પ્રકોષ્ઠ પ્રમુખ, જીવણભાઈ ગોલે, ક્ષેત્રીય સંગઠન પ્રમુખ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ અભ્યાસ વર્ગમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉપયોગી વિષયો (૧) BR ACT (૨) વિઝન ડોક્યુમેન્ટેશન સફળ બેંકો દ્વારા બેંકની સફળતાની પ્રેરક વાતો (૩)ફ્યુચર બેન્કિંગ, AI, ડિજિટલાઈઝેશન તેવા વિષયોના સત્રો દ્વારા માહિતી તેમજ એક માહિતી પત્રક આપવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતની સૌથી વધુ બેન્કો ના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે તેમની સાથે નિકટતા કેળવવાનો અવસર પ્રાપ્ત થશે.
આ સેમિનાર વધુમાં વધુ સંખ્યા રહે તે માટે ગુજરાતમાં ચાર ઝોન પાડવામાં આવેલ છે. જેમાં ઉત્તર ગુજરાત કિર્તીભાઈ પટેલ, મધ્ય ગુજરાતમાં નીતિનભાઈ સોની, દક્ષિણ ગુજરાતમાં ડો.પાંડેજી અને સૌરાષ્ટ્ર, કચ્છમાં જયેશભાઈ સંઘાણીને જવાબદારી આપવામાં આવેલ છે.વર્ગના ઇન્ચાર્જ કેતનભાઇ પટેલ રહેનાર છે.
આ સેમિનારમાં જુદા જુદા વિષયના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપનાર છે . ચીતનભાઈ પટેલ, શરદ જીઞાગલ, હયુમન રિસોસીશ રાકેશભાઈ અરાવતીયા:-એડવાન્સીસ અને ડિજિટલ ટેકનોલોજી, મનીષા કાલે આરબીઆઈ ઇન્સ્પેક્શન, અમજે માટે બી, આર, એકટ, મિસ્ત્રી સર એએલ, અમ્બેલા ,જુદા જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપનાર છેતેમ જ ઝોન વાઇસબેંકના ચેરમેન દ્વારા પોતાની બેંકની વિશેષતાઓની માહિતી આપનાર છે. અંતમાં સમાપન સમારોપ શ્રી સંજયજી પાંચપોરનું રહેશે.


