DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના ઇતિહાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રથમ વર્ષમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તા.૬/૭/૨૦૨૬ થી તા.૮/૭/૨૬ સુધી ઓરિએન્ટેશન પ્રોગ્રામ (બ્રિજ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું છે.
કોલેજમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષયને જાણે અને ઐતિહાસિક દ્રષ્ટિકોણ કેળવે તેવા આદર્શ હેતુ સાથે આચાર્યના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગના સીનિયર અધ્યાપક પ્રો. અશ્વિન આર. પૂંજાણી, ડૉ. ધર્મેશ પરમાર, પ્રો. શશીકાંત ચૌહાણ તથા ડૉ. કિરણબેન વાડોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જેમાં પ્રથમ લેકચર પ્રો. શશિકાંત ચૌહાણ અને દ્વિતીય લેકચર પ્રો. અશ્વિન આર. પૂંજાણી દ્વારા આપવામાં આવ્યા હતા.


