ગાર્ડી હોસ્પિટલ દ્વારા આવતીકાલે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પ
નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાર્ડી હોસ્પિટલના આયુર્વેદ વિભાગ દ્વારા જનઆરોગ્યના હિતાર્થે શનિવાર, તા. ૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી નિકાવા ગામ ખાતે નિઃશુલ્ક બહુવિશેષજ્ઞ આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નિષ્ણાત તબીબો ડૉ. ઉમેશ પંડ્યા (વિષચિકિત્સા), ડૉ. ખ્યાતિ સુદ (કાયચિકિત્સા), ડૉ. નેહા ડોલસીયા (શાલાક્ય તંત્ર), ડૉ. કોમલ કાપડિયા (શલ્ય તંત્ર), ડૉ. કૃતિકા સરડવા (પંચકર્મ) તથા ડૉ. શ્રદ્ધા દેત્રોજા (બાલરોગ) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક આરોગ્ય નિદાન, તબીબી પરામર્શ અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પનો મુખ્ય ઉદ્દેશ રોગોની વહેલી ઓળખ, યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન અને આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ વધારવાનો છે. ગાર્ડી હોસ્પિટલ દ્વારા તમામ જરૂરિયાતમંદને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં હાજરી આપી ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.


