રોગચાળામાં ઉછાળો, સપ્તાહમાં ૨૧33 દર્દીઓ નોંધાયા
શરદી-ઉધરસના ૯3૨, સામાન્ય તાવના ૯૦૬, ઝાડા-ઉલ્ટીના ૨૯૨, કમળાના ૨, ટાઇફોડના એક દર્દીથી હોસ્પિટલોમાં ભારે ભીડ : મચ્છરના લારવા મળતા 3૭૬ આસામીઓને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં નજીવા વરસાદ બાદ અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે અને શહેરીજનો પર ડબલ ઋતુનો ખતરો છે ત્યારે રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે. છેલ્લા એક જ સપ્તાહમાં સામાન્ય તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં શરદી-ઉધરસના ૯3૨, સામાન્ય તાવના ૯૦૬, ઝાડા-ઉલ્ટીના ૨૯૨, ટાઇફોઇડનો એક, કમળાના બે કેસ સહિત મનપાના આરોગ્યના ચોપડે ૨૧33 દર્દીઓ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૬/૦૭/૨૦૨૬ થી તા.૧૨/૦૭/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૩૪૫૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૪૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૯૭ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૪૧ અને કોર્મશીયલ ૨૩૫ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૨૦૭૪ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


