વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત
ચોમાસાની સિઝનમાં કાદવ-કિચડવાળા રસ્તાથી મુકિત મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વિધાનસભા-68 વિસ્તારમાં વિકાસકાર્યોને વધુ ગતિ આપવાના સંકલ્પ સાથે વોર્ડ નં.4માં વિવિધ સોસાયટીઓમાં પેવિંગ બ્લોકના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદર્શ બંગ્લોઝ (કોમન પ્લોટ), કસ્તુરી રેસીડન્સી (કોમન પ્લોટ), દેવલોક પાર્કની પેટા શેરીઓ તથા કોમન પ્લોટ અને આર. કે. રેસીડન્સીના કોમન પ્લોટ ખાતે પેવિંગ બ્લોકના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક રહેવાસીઓએ વિકાસકાર્યોને આવકાર્યા હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે “રાજકોટ પૂર્વ વિધાનસભાના દરેક વિસ્તાર સુધી વિકાસના લાભો પહોંચે તે રાજકોટ મહાનગર પાલિકા તથા ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા છે જેમાં રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને અન્ય પાયાની સુવિધાઓને મજબૂત બનાવી લોકોને વધુ સારી જીવનસુવિધા ઉપલબ્ધ કરાવવાનો સતત પ્રયાસ રહ્યો છે. પેવિંગ બ્લોકના આ કામો પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓને વર્ષો જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળશે તેમજ વરસાદી મોસમમાં પણ સરળ અવરજવર શક્ય બનશે.”
આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા, પૂર્વ શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, વોર્ડના કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, રાજશ્રીબેન માલવીયા, કાળુભાઈ કુંગશિયા અને ભરતભાઈ લીંબશીયા, વોર્ડ પ્રમુખ કાનાભાઈ દંડેયા, વોર્ડ પ્રભારી જે.ડી. ભાખર, વોર્ડ મહામંત્રી દિલીપભાઈ બોરિચા સહિત પ્રવીણભાઈ પટેલ, મયૂરભાઈ ભમ્મર, અંકુરભાઈ સખિયા, જીલુંભાઈ ગરચર, વિઠલભાઈ ઢાંકેચા, ઉષાબેન મહેતા, જ્યોતિબેન જાદવ, વર્ષાબેન વાળા, કાનાભાઈ ઉધરેજા, હરેશભાઈ નિમાવત, મુકેશભાઈ પટેલ, હસુભાઈ કેરળિયા, મુકેશભાઈ સોરઠિયા, ધવલ મિયાત્રા, રણજીતસિંહ જાડેજા, અજીતભાઈ લોખીલ, અમિત બરસરા, દેવરાજભાઈ સખિયા તેમજ વિવિધ સોસાયટીઓના સ્થાનિક આગેવાનો કિશોરભાઇ સાંગાણી, ભગવાનજીભાઈ રૈયાણી, હસમુખભાઇ કીયડા,પ્રકાશભાઇ નંદાની. અમિતભાઈ લૂણગારિયા. અશોકભાઇ પીપળીયા, મુકેશભાઇ દૂધાગરા, કુરજીભાઈ અજાણી, જીગ્નેશ રૈયાણી, હિરેન રૈયાણી, જીજ્ઞાબેન સાંગાણી, હર્ષાબેન રૈયાણી, હંસાબેન પીપળીયા, ઊર્મિલાબેન રૈયાણી, ભરતભાઇ રૈયાણી, વિમાલભાઈ રૈયાણી, મુકેશ ઘેટીયા, રાજભાઈ મૂંગર, પિયુષ લીંબશીયા, શૈલેષ રાબડીયા, મનસુખભાઇ વેકરીયા, અલ્પાબેન વેકરીયા, અસ્મિતાબેન, ઈન્દુબેન, નિતાબેન, સવિતાબેન, પરશભાઈ લીંબાશીયા, સુનિલભાઈ છાંટબાર, કિશોરભાઈ રામાણી, શૈલેશભાઈ પરસાણા, પંકજભાઈ રામાણી, પંકજભાઈ ચક્રવર્તી, ઇલાબેન સોજિત્રા, જીલૂબેન રૈયાણી, ચેતનાબેન રામાણી, ડિમ્પલબેન સાકરીયા, હરિભાઇ બારડ, સુરેશભાઇ ડોડીયા, જયેશભાઈ પરમાર, મુન્નાભાઈ પાટડિયા, મનીશભાઈ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


