મુખ બધિર અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જ્ઞાનનો દીવો પ્રગટાવતું ફ્રીડમ યુવા ગ્રુપ
કોર્પોરેશનના પદાધિકારીઓનું સન્માન અને સેવાના સારથીઓની પીઠ થાબડતા સમાજ શ્રેષ્ઠીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજના વંચિત અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સતત ૨૩માં વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન હેમુગઢવી હોલ ખાતે ગત તા.૧૨ જુલાઈ રવિવારના રોજ યોજાયેલ હતું.
મનોદિવ્યાંગ, થેલેસેમિક અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ, એક્ઝામ પેડ સહિતની સામગ્રી સાથેની શૈક્ષણિક કીટ દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ તેમજ થેલેસેમીયા જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહેલા બાળકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડવા માટે તેમને શૈક્ષણિક કીટનું વિતરણ સતત ૨૩માં વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમને રાજકોટના મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ફાલ્કન પંપના મોભી કમલનયનભાઈ સોજીત્રા, સહકારી અગ્રણી કલ્પકભાઈ મણિયાર દ્વારા દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવેલ હતો. આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ગૌરાંગભાઈ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન પટેલ, હેમલભાઈ મોદી, કિર્તીભાઇ મહેતા, રાધિકા જ્વેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડીયા, દર્શિતભાઈ જાની, સરોજબેન, રમાબેન હેરભા, ખ્યાતિબેન ગોહેલ, કિરીટભાઈ પાંધી, અપુલભાઇ દોશી, પાર્થરાજસિંહ ચૌહાણ, ધ્રુવભાઈ રાજા, અનુપમભાઈ દોશી, શૈલેષભાઈ શાહ, સંજયભાઈ મણિયાર, કેતનભાઈ પારેખ, પ્રશાંતભાઈ ગાંગડીયા, અમિતભાઈ પટેલ, નીરવભાઈ મણિયાર, વિશાલ માંડલિયા, દીપક પારેખ, નટુભાઈ ચાવડા, ચેતનભાઈ મહેતા, સંદીપભાઈ પટેલ, યોગેશભાઈ વાળા, નિલેશભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, ઉમેશભાઈ દફતરી, અંજલિ વોરા, છાયાબેન વજરીયા, નીતાબેન પારેખ, બીપીનભાઇ પાઠક, હસમુખભાઈ ગણાત્રા સહિતના જાહેરજીવન અને સમાજજીવનના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા રાજકોટના નવનિયુકત મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ સંસ્થા પરિવારમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલ નગરસેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા 23માં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સહકાર આપી સહભાગી બનનાર તમામ દાતાઓને ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં સંસ્થાનું માનવું છે કે “મહાલક્ષ્મીના મુનિમ સમા દાતાઓના સહકારથી જ શિક્ષણને નવું બળ મળશે.” ત્યારબાદ ઉપસ્થિત સૌ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશ વોરાની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નીતિન ઝરીયા, મિલન વોરા,રસિક મોરધરા, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, રાજન સૂરૂ, વિરલ પલાણ, જે.પી.ફૂલારા, ધવલ પડિયા, જીતેશ સંઘાણી, જીગ્નેશ આહિર, રોહિત સિધ્ધપુરા, હર્ષદ ચોકસી, જીતેશ સંઘાણી, રિતેશ ચોકસી, અભિજિત શિયાર, વિહાન વોરા, મયંક ગોહેલ, કિશન પાંધી સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.


