ધારાસભ્ય રમેશ ટીલાળાની મુલાકાત લેતા મત વિસ્તારના આગેવાનો
વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં. ૮ વિસ્તારમાં આવેલ ઠાકોર દ્વાર એપાર્ટમેન્ટ તથા વન પંચવટી એપાર્ટમેન્ટના વિવિધ અગ્રણી નાગરિકોએ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વિસ્તારના વિવિધ પ્રશ્નો, વિકાસલક્ષી કાર્યો તેમજ સ્થાનિક જનહિતના મુદ્દાઓ અંગે ધારાસભ્ય સાથે આત્મીય ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉપસ્થિત સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પરાક્રમસિંહ જાડેજા, જગજીવનભાઈ સખીયા, કિરણભાઈ ભાલોડીયા, દિનેશભાઈ પટેલ, અજયભાઈ શેઠ, ડૉ. કમલેશભાઈ તરવૈયા, શિવલાલ ગઢીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નં. ૮ના કોર્પોરેટર મનીષભાઈ ભટ્ટ તેમજ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.


