By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: આયુષીના મોતે ઉઘાડ્યુ ડમી શિક્ષણનું મહાકૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આયુષીના મોતે ઉઘાડ્યુ ડમી શિક્ષણનું મહાકૌભાંડ

Editor
Last updated: 2026/07/14 at 4:40 PM
20 minutes ago
Share
આયુષીના મોતે ઉઘાડ્યુ ડમી શિક્ષણનું મહાકૌભાંડ
SHARE

આયુષીના મોતે ઉઘાડ્યુ ડમી શિક્ષણનું મહાકૌભાંડ

રાજકોટ સહિત રાજ્યના 31 શહેરોની 697 વિદ્યાર્થીઓની ગેરરીતિનો પર્દાફાશ

જસદણના આલ્ફા સંકુલમાં બાળકીના રહસ્યમય મોતની તપાસમાં સામે આવ્યું મોટું નેટવર્ક; બે વર્ષથી ગુજરાતભરમાં ડમી સ્કૂલિંગનો ખેલ, ગાંધીનગર સુધી પહોંચ્યો રિપોર્ટ

અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણના આલ્ફા સંકુલમાં ધોરણ-5માં અભ્યાસ કરતી 10 વર્ષીય આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાએ માત્ર એક સ્કૂલની બેદરકારી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણતંત્રને હચમચાવી નાખે તેવું ડમી શિક્ષણનું મોટું નેટવર્ક પણ બહાર લાવ્યું છે. બાળકીના મોત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં રાજ્યના 31 શહેરોની વિવિધ શાળાઓના કુલ 697 વિદ્યાર્થીઓ આલ્ફા સંકુલમાં ડમી તરીકે રહી અભ્યાસ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
શિક્ષણ વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ આ તમામ વિદ્યાર્થીઓ કાગળ પર પોતાની મૂળ શાળાઓમાં હાજરી દર્શાવતા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ જસદણના આલ્ફા સંકુલમાં રહી નવોદય અને સૈનિક સ્કૂલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા. ઓનલાઈન હાજરી મૂળ શાળામાં ભરાતી અને વિદ્યાર્થીઓ વર્ષો સુધી હોસ્ટેલમાં રહી કોચિંગ લેતા હોવાનો ઘટસ્ફોટ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
મહુવાના મોટા જાદરા ગામના રહેવાસી રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત 27 એપ્રિલે આલ્ફા સંકુલની હોસ્ટેલમાં દાખલ કરી હતી. પરિવારના આક્ષેપ મુજબ બાળકીને અછબડા અને ઊંચો તાવ હોવા છતાં સંચાલકોએ સમયસર જાણ કરી નહોતી અને યોગ્ય સારવાર પણ આપવામાં આવી નહોતી. 24 જૂને બાળકીની હાલત ગંભીર બનતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવ બાદ પરિવારના આક્ષેપો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસના આધારે જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી વધુ ચોંકાવનારી છે. વર્ષ 2025-26 દરમિયાન 250 અને વર્ષ 2026-27 દરમિયાન 447 વિદ્યાર્થીઓ મળીને કુલ 697 બાળકો ડમી તરીકે અહીં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓના નામ અને વિગતો ગાંધીનગર સ્થિત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપવામાં આવ્યા છે.
આ કેસે શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલતી એવી ગેરરીતિને ઉજાગર કરી છે, જેમાં વિદ્યાર્થીઓને માત્ર કાગળ પર અલગ-અલગ શાળાઓમાં દાખલ રાખવામાં આવે છે, જ્યારે તેઓ સંપૂર્ણ સમય ખાનગી કોચિંગ સંસ્થાઓમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આ પ્રણાલીથી સરકારી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે, પરંતુ ગાંધીનગરમાં રિપોર્ટ પહોંચતા હવે રાજ્યના 31 શહેરોની સંડોવાયેલી શાળાઓ સામે પણ તપાસનો દોર શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આ તપાસ વિસ્તરશે તો માત્ર એક સંકુલ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચાલતા ડમી સ્કૂલિંગના રેકેટનો વધુ મોટો પર્દાફાશ થઈ શકે છે.
આયુષીના મોતે એક પરિવાર પાસેથી દીકરી છીનવી લીધી, પરંતુ સાથે જ શિક્ષણના નામે ચાલી રહેલા એવા ગેરકાયદેસર ખેલને પણ બહાર લાવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષણ બંને જોખમમાં મુકાયા હતા. હવે સમગ્ર રાજ્યની નજર સરકાર અને શિક્ષણ વિભાગની કાર્યવાહી પર છે કે આ મહાકૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે ક્યારે અને કેટલી કડક કાર્યવાહી થાય છે.

‘ડમી સ્કૂલિંગ’ શું છે?
ડમી સ્કૂલિંગ એટલે વિદ્યાર્થીનું નામ નિયમિત શાળામાં દાખલ રાખવામાં આવે, પરંતુ તે વાસ્તવમાં ત્યાં ભણતો ન હોય. વિદ્યાર્થી ખાનગી કોચિંગ કે અન્ય સંસ્થામાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને મૂળ શાળામાં માત્ર કાગળ પર હાજરી પૂરવામાં આવે. આ પ્રથા શિક્ષણના નિયમો વિરુદ્ધ માનવામાં આવે છે.

697 વિદ્યાર્થીઓનો ચોંકાવનારો આંકડો

વર્ષ 2025-26માં ડમી વિદ્યાર્થીઓ : 250
વર્ષ 2026-27માં ડમી વિદ્યાર્થીઓ : 447
કુલ વિદ્યાર્થીઓ : 697
રાજ્યના 31 શહેરોની શાળાઓ સાથે જોડાણ
તમામ વિગતો ગાંધીનગર મોકલાઈ

આયુષી કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી?
10 વર્ષની આયુષી બલદાણીયાનું 24 જૂને મોત
પિતાની ફરિયાદ બાદ પોલીસ તપાસ
ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવાની ધરપકડ
BNS કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધાયો
સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ

શિક્ષણતંત્ર સામે સૌથી મોટા સવાલ
વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી કોણ ભરતું હતું?
મૂળ શાળાઓને ડમી વ્યવસ્થાની જાણ હતી કે નહીં?
બે વર્ષ સુધી તપાસ કેમ ન થઈ?
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવું નેટવર્ક ચાલે છે?
હવે ગાંધીનગર કડક કાર્યવાહી કરશે કે માત્ર તપાસ પૂરતી જ સીમિત રહેશે?

 

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ
રાજકોટ

જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ

Editor By Editor 4 days ago
મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત
બોટની ૨૦ મીટરની લંબાઈની મર્યાદા દૂર કરતી સરકાર
 પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ
આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?