રાજકોટ અષાઢી મહિનાના પ્રારંભે મેઘરાજાના અમી છાંટણા, વૃક્ષ પડતા ત્રણ વાહન દટાયા
આજથી અષાઢ મહિનાની શરૂઆત થતા સાથે મેઘરાજાના રાજકોટમાં અમી છાંટણા થયા છે. આજે સવારે અચાનક ભારે પવન ફુંકાવાનું શરૂ થતા વરસાદી ઝાપટું વરસ્યું હતું જેમાં સામાન્ય વરસાદી ઝાપટામાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા જેમાં અડધો કલાકની અંદર 6 mm વરસાદ વરસ્યો હતો અને સિઝનનો કુલ વરસાદ 5 ઇંચ નોંધાઈ ચુક્યો છે. બીજી તરફ ભારે પવન ફુંકાતા યુનિવર્સીટી રોડ પર એક મોટું વૃક્ષ ધરાસાય થતા ત્રણ વાહન દટાયા હતા અને નુકશાન પહોંચ્યું હતું જો કે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોક, અયોધ્યા ચોક, શીતલપાર્ક ચોક, રામાપીર ચોક, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ભારે પવન સાથે વરસાદનું આગમન થતા શહેરના યુનિવર્સિટી રોડ ઉપર એક વૃક્ષ ધરાસાય થયું હતું જેની નીચે 3 જેટલા વાહન દટાયા હતા અને તેમાં નુકશાન પહોંચ્યું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. વૃક્ષ પડવાની જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને PGVCL ટિમ દ્વારા વીજપુરવઠો ફરી શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી હતી.


