વન વર્લ્ડમાં યોજાયો ભવ્ય નિદાન કેમ્પ: શિવ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોએ આપી સેવાઓ
ફિઝીશ્યન, ડેન્ટિસ્ટ અને આર્થોસ્કોપી સર્જન સહિતના નિષ્ણાતોએ દર્દીઓનું કર્યું વિનામૂલ્યે પરીક્ષણ
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫૦ ફિટ રિંગ રોડ મહાપુજા ધામ ચોક ખાતે આવેલ જાણીતી શિવ હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાંત ફીજીશ્યન, લીગામેન્ટ લગત દર્દોના નિષ્ણાંત સર્જન, ડેન્ટિસ્ટ, ફિજિયોથેરાપીસ્ટના નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન અત્રેના નાના ગામ જેવા ઘ વન વલ્ડ રેસીડેન્સીમાં બી વિંગ kamit દ્વારા બી વિંગ હોલમાં થયેલું.
શિવ હોસ્પિટલના હેમંતભાઈ જોષી અને મનુભાઈ અભાણીના સંયોજનથી યોજા યેલ કેમ્પમાં જાણીતા ફીજીશ્યન ધ્રુવ કોટેચા, આર્થોસ્કોપી સર્જન અભિષેક તરવૈયા, ડેન્ટીસ્ટ તેજલ વિઠલાણી, અને ફિજિયોથેરાપીસ્ટની સેવાઓ પ્રાપ્ત થયેલ.
સુરેશભાઈ ગાદેશા, જગદીશભાઈ ગણાત્રા, કાર્તિકભાઈ પાબારી, વિપુલભાઈ દાવડા, ભાવેશભાઈ ઠક્કર, મુકેશભાઈ વિઠલાણી અને પ્રદીપભાઈ સંઘવી, શીંગાળાભાઈ વિગેરેની ઉપસ્થિતિમા યોજાયેલ મેડિકલ કેમ્પ માટે મનુભાઈ અભાણી, હિતેનભાઈ ઠોસાણી, વિકાશભાઈ સોની, કલ્પેશભાઈ દેસાઈ, સમીપભાઈ પવાણી, અતુલભાઈ સવજીયાંણી, નીતિનભાઈ આહયાં, કેયુરભાઈ પોપટ, હિતેશભાઈ ઉનડકટ અને મુનાભાઈ બુદ્ધદેવ વિગેરે સક્રિય રહ્યા હતા.


