રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા બે દિવસીય ફિલાટેલ પ્રદર્શન યોજાયું
૫૦૦થી વધારે વધુ દુર્લભ ટપાલ ટિકિટ છાત્રોએ નિહાળી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાર્થીઓમાં ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટ સંગ્રહના શોખને પ્રોત્સાહન આપવા અને ભારતના સમૃધ્ધ ટપાલ વારસા વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ, રાજકોટ વિભાગ દ્વારા આત્મીય સ્કૂલ રાજકોટના સહયોગથી બે દિવસીય ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલાટેલી પ્રદર્શન આજે એસ.કે.બંકર, વરિષ્ઠ અધિક્ષક, પોસ્ટ ઓફિસીઝ, રાજકોટ વિભાગ અને સ્વસ્તિક દીદી, આચાર્યા, આત્મીયા સ્કૂલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફિલાટેલીસ્ટોલ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સેનાની, રમત-ગમત વિજ્ઞાન, વન્યજીવ અને રાષ્ટ્રીય તહેવારો જેવા વિવિધ વિષયો પર ૫૦૦થી વધુ દુર્લભ ટપાલ ટિકિટો, પ્રથમ દિવસના કવર, ચિત્ર પોસ્ટકાર્ડ અને સ્મારક ટિકિટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંદાજે ૧૧૭૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કેમ્પમાં ૬૫થી વધુ આધાર અપડેશન કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શને વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મંચ તરીકે અને પાઠયપુસ્તકોથી આગળ શીખવાની તથા ભારતના ટપાલ ઇતિહાસ વિશે જિજ્ઞાસા વિકસાવવાની એક અનોખી તક પૂરી પાડી હતી. તમામ વિદ્યાર્થીઓ, ફિલાટેલીસ્ટો, ટપાલ ટિકિટ સંગ્રાહકો અને સામાન્ય જનતાને ભારતના સમૃધ્ધ ટપાલ વારસાની ઉજવણી કરવા યાદીમાં જણાવ્યું છે.


