ચેક બાઉન્સના કેસમાં આરોપીને નિર્દોષ મુકત કરતી કોર્ટ
૨.૬૭ લાખનો ચેક રીટર્ન થતાં નેગોશીયેબલ હેઠળ ગુનો નોંધાયો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ફરિયાદી ક્રિપાલસિંહની ફરિયાદ મુજબ ફરિયાદી ગાડી સેલ્ફમાં ભાડે આપવાનો ધંધો કરે છે. અને આરોપી પણ રાજકોટ મુકામે રહે છે. આરોપીને ફરીયાદી ઘણા સમયથી ઓળખતા હોય. ફરીયાદીએ ગાડી સેલ્ફમાં ભાડે આપવાનો ધંધો કરતા હોય આરોપી ફરીયાદી પાસેથી ગાડી બે દિવસ માટે સેલ્ફમાં ભાડે લઈ ગયેલ અને અને ફરીયાદીએ આરોપીને રૂ. ૧૮૦૦/- એક દિવસન ભાડુ તે રીતે સેલ્ફમાં ગાડી ભાડે આપેલ હતી. જે બદલ આરોપીએ ફરીયાદી ના ફોર્મમાં સહી પણ કરી આપેલ હતી. ત્યારબાદ આરોપીએ ફરીયાદી ની ગાડીનું ડીવાઈડર સાથે એકસીડન્ટ કરી નાખેલ ગાડી ભાડે જવાની બંધ થઈ ગયેલ હોય અને ફરિયાદીને આર્થિક નુકસાન થતુ હોય અને ગાડી લોન ઉપર હોય ગાડીના હપ્તા પણ ચાલુ હોય. અને આ આરોપી ધ્વારા આ ગાડીનું એકસીડન્ટ કરવામાં આવેલ હોય આ આરોપી તરફે તમામ ખર્ચ ચુકવવાની કાયદેસરની જવાબદારી બનતી હોય તેવું જણાવેલ. અને ગાડી રીપેરીંગ ના ખર્ચ પેટેના તમામ બીલ પણ રજૂ કરેલ.
આરોપીએ ફરીયાદીને ઉપર મુજબની કુલ રકમ રૂ.૨,૬૭,૭૫૦ ચુકવવા પોતાનો ચેક ફરીયાદીના નામનો ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવવા માટે નાખેલ હતો. જે ચેક પાસ થયા વીના પેમેન્ટ સ્ટોપ્ડ બાય” ના શેરા સાથે પરત ફરેલ હોય. ત્યારબાદ તેજ ચેક ફરી પાછો ખાતામાં જમા કરાવવા માટે નાખેલ હતો જે “એકાઉન્ટ કલોઝડ ના શેરા સાથે પરત ફરતા. ફરિયાદીએ એડવોકેટ મારફત નોટિસ પાઠવી રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ ચાલવા ઉપર આવતા આરોપી પક્ષના સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ ઝાકીર આઈ. આગરીયા અને હિતેશ આર. ભાયાણીએ દલીલ કરી હતી કે ફરિયાદી પોતાનું કાયદેસરનું લેવું સાબિત કરી શક્યા નથી. ચેક મા ખોટી રકમ ભરી ખોટી ફરિયાદ કરવામા આવેલ છે. રજૂ રાખેલ બીલ એ ખોટા બીલ હોય તેમજ ફોર્મમાં ભરેલ વિગતો પણ ખોટી હોય. ચેકને કે ફરિયાદને સમર્થન આપતા એક પણ પુરાવાઓ રજૂ રાખેલ નથી. તેમજ આ પુરાવાઓ ઊભા કરવામાં આવેલ છે. બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનું ખંડન કરી સુપ્રીમ કોર્ટ અને વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કર્યા હતા.
આ કેસમાં ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી શક્યા ન હોવાથી અદાલતે આરોપી ફૈઝલ ગોરીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી ધારાશાસ્ત્રી ઝાકીર આઈ આગરીયા, હિતેશ આર. ભાયાણી, અંકિત ચૌહાણ, લીગલ આસીસ્ટન્ટ દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી અને મીતરાજ રાઠોડ રોકાયેલ હતા.


